Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ETT TT ( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 છે તે રત્નમાલા લઈને સિંચાણો જ્યાં સુરપ્રિય મુનિવર ઉભા છે ત્યાં ઉમંગથી આવ્યો ની અને સિંચાણો મુનિવરને જોઈને ભૂલી ગયો. તેને લાગ્યું કે આ એક ખીલો છે. કેમકે ન ૬ મુનિવર ધ્યાનમાં મગ્ન હતા અને કાઉસ્સગ્નમુદ્રાએ સ્થિર હોવાથી તેમજ તપથી કાયા કૃશ , કરી થઈ હોવાથી મુનિવરની કાયા ખીલા જેવી લાગતી હતી. (૧૪)
| એ પ્રમાણે સિંચાણાને પ્રથમ સાચે જ મુનિવર ખીલારૂપે લાગ્યા, તેથી આવીને હર્ષથી | મુનિવરના મસ્તક પર બેઠો. બેઠાં પછી નીચે દષ્ટિપાત કર્યો ત્યારે માનવનો દેહ તેણે જોયો. (૧૫)
હવે પૂર્વભવના વૈરથી મુનિવરને જોઈને સિંચાણો ભયભીત થયો અને તત્કાલ રત્નમાલાને તે જ સ્થાને છોડીને ઉડ્યો અને વૃક્ષની ડાળે જઈને બેઠો. (૧૬)
તે રત્નમાલા સુરપ્રિય મુનિવરના બે પગના મધ્યભાગમાં જઈને પડી. તે સમયે રાજપુરુષો ચોરની તપાસ કરતાં તે ઉદ્યાનમાં આવ્યા અને મુનિવરની પાસે રત્નમાલા પડેલી જોઈ. (૧૭)
રાજપુરુષો તે જોઈને અચંબો પામ્યાં અને કહેવા લાગ્યા કે રત્નમાલા ચોરીને મુનિનો વેષ ધારણ કર્યો છે ! નક્કી આ કોઈ ઢોંગી લાગે છે. એમ વિચાર કરતાં જઈને ચંદ્ર | = નરેસરને બધી વાત કહી કે, (૧૮)
હે રાજેશ્વર ! આજે અમે તસ્કરને (ચોર) પકડ્યો છે પણ તે મુનિના વેષમાં છે એ Kા પ્રમાણે વિસ્તારથી બધી વાત કહી સંભળાવી. તે સાંભળીને પૃથ્વીપતિએ પણ વગર વિચારે સેવકોને આજ્ઞા કરી. (૧૯)
ક્રોધના આવેશથી કહ્યું કે, જે માણસે પરદ્રવ્યની ચોરી કરી છે તેને ગળે ફાંસો દઈ વૃક્ષ | સાથે બાંધીને મરણને શરણ કરો. (૨૦)
એ પ્રમાણે તોંતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, હે શ્રોતાજનો ! | સાવધાન થઈને સાંભળો ! ખરેખર ગુણ ભંડારી મુનિવરોની સમતા અજબ હોય છે. (૨૧)
ઈતિ ૭૩મી ઢાળ સમાપ્ત