Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TAT 3 હે મુનિવર ! તમારી વાણી સાંભળીને મને વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે. તેથી મસ્તક છે નમાવીને હું કહું છું કે, હે મોક્ષગામી ! હું નિશે દીક્ષા ગ્રહણ કરીશ. (૧૭)
મારી પાસે જે ધન છે તે ધર્મ સ્થાનકે ખર્ચાશ અને આ મનોહર એવી રત્નમાલા કરે પોતાના સ્વામી એવા ચંદ્રરાજાને આપી અને સાતક્ષેત્રમાં પોતાના ધનનો વ્યય કરી દીક્ષા
ગ્રહણ કરવાની ઈચ્છાથી મુનવિર પાસે આવ્યો. (૧૮) - આમ ઉલ્લાસપૂર્વક સંયમ લીધો. ભવસમુદ્ર તરવાની આશાએ દીક્ષા લીધી. અને મનવચન-કાયાના ત્રિવિધ યોગથી વિશ્વાસપૂર્વક સંયમ પાળ્યો. (૧૯) - હવે સુરપ્રિય મુનિવર પણ વિધિપૂર્વક સંયમ પાળે છે અને પોતાના આત્માનું શ્રેય કરે
છે. એ પ્રમાણે સંયમના માધ્યમથી કર્મને ટાળે છે અને મોક્ષની લક્ષ્મીને દેખે છે. (૨૦) છે એ પ્રમાણે યૌવનવયમાં દીક્ષા લીધી અને ગામોગામે પ્રત્યેક નગરોમાં વનપ્રદેશોમાં જ ગુરુની સાથે દેશ વિદેશ વિહાર કરે છે. (૨૧)
કુષ્મીસંબલપણું ધારણ કરતાં, સચિત્ત વસ્તુનો ત્યાગ કરતા, બેંતાલીસ દોષને ટાળી ને - શુદ્ધ ઐષણકિ આહાર મુનિવર વિચારી વિચારીને ગ્રહણ કરે છે. (૨૨).
એ પ્રમાણે સુરપ્રિય મુનિવર અતિચાર લગાડ્યા વિનાનું સંયમ પાળે છે. સાધુજીવનમાં ન લાગતાં દોષોને દૂર કરે છે. પાંચ સમિતિનું સુંદર પાલન કરવા દ્વારા શ્રાપ્ય ધર્મના * માધ્યમથી પોતાનાં બાહ્ય અને અત્યંતર અંગોનું પક્ષાલન કરે છે. યાને બાહ્ય અને અત્યંતર દોષોને ધોવે છે. (૨૩)
તેમજ ક્રોધાદિ ચારે કષાય કે જે આત્માના વૈરી છે. યાને આત્મગુણના ઘાતક શત્રુ છે કરી તે અને રાગ-દ્વેષ રૂપી જે બે બંધન છે તેને મન-વચન-કાયાના યોગથી જીતીને ગુણના
નિધાન સુરપ્રિય મુનિવર પૃથ્વીતલને પાવન કરતાં વિચરી રહ્યા છે. (૨૪) - તે સુરપ્રિય મુનિવર ત્રણ ગુમિનું રક્ષણ કરે છે. છ કાય જીવની હિંસા ન થઈ જાય તેનું મને સા સતત જાગૃતિપણે ધ્યાન રાખે છે અને પાંચ ઈન્દ્રિયજન્ય સઘળાં વિષયોને હંમેશા છોડે છે. - ત્યાગ કરે છે અને તપ કરવા દ્વારા પોતાના આત્માને કર્મરહિત બનાવે છે. યાને મોક્ષ સન્મુખ ડગ ભરવા પ્રયત્ન કરે છે. (૨૫).
એ પ્રમાણે સુરપ્રિય મુનિવર પોતાના કર્મનો છેદ કરે છે. એમ ઉત્સાહપૂર્વક કવિ - ઉદયરત્નવિજયજી કહે છે કે હે શ્રોતાજનો ! આ બોંતેરમી ઢાળ પૂર્ણ થઈ. હવે રસદાયક - આગળની વાતો સાંભળવા સાવધાન બનો ! (૨૬)
ઈતિ ૭૨મી ઢાળ સંપૂર્ણ
(૪૦૫
)