________________
Sિ . . . . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | S TD 3 | પાંચ, સાત, આઠ વર્ષમાં, આમ બાલ્યવયમાં પણ યમરાજ જીવનો કોળીયો કરી જાય છે. લાંબુ આયુષ્ય મળે તો શરીર રોગથી ઘેરાયેલું હોય.
જેમ મૃગાપુત્ર લોઢીયો. જન્મ માનવનો, કુલ ઉત્તમ. શ્રેણિકરાજાને ત્યાં રાજપુત્ર. પણ શરીર કેવું? રોગી, ફક્ત માંસનો લોચો! આવું કેમ ? તો પૂર્વભવમાં સાત દિવસ માત્ર રાજ્યસત્તા મલી, તેમાં તેણે ક્રૂર રીતે માનવોની કતલ કરાવી. કોઈના કાન, કોઈના નાક, | કોઈના હાથ, તો કોઈના પગ, તો કોઈનું મસ્તક છેદાવ્યું. આ પાપે મરીને રાજપુત્ર થયો પણ નાક, કાન, હાથ, પગ, માથું, મોટું, જીભ આદિ કશું જ મળ્યું નહિ. માત્ર માંસનો પિંડ મળ્યો અને ગંધના ગોટેગોટા ઉડે એવી દુર્ગધી કાયા મળી કે જેથી સગી “મા”ને પણ અષ્ટપડો મુખકોશ ગાંધી ધૂપસળી હાથમાં રાખીને તે ઓરડામાં જવું પડે ! આ છે કર્મનો કરૂણ વિપાક. માટે હે શ્રોતાજનો ! જો માનવજન્મ, આર્યકુલ, દીર્ઘઆયુષ્ય અને નીરોગી કાયા મેળવવી છે તો પાપ કરતાં પહેલાં ડર રાખજો, પાપ થઈ જાય તો પશ્ચાત્તાપપૂર્વક રડજો અને પરમાત્મા સન્મુખ બાળકની જેમ કરગરજો કે જેથી પાપથી મુક્તિ મળે અને અનંતકાળ સુધીનું શાશ્વત સુખ પ્રાપ્ત થાય.
હવે આગળ ઉપદેશ આપતાં મુનિવર કહે છે કે, હે શ્રોતાજનો ! આગળ કહેલ માનવજન્મ, આર્યકુલ, દીર્ધાયુ, નીરોગી શરીર. આ બધું મળવું જેટલું દુર્લભ નથી એટલો ની દુર્લભ જિનેશ્વર ભગવંતે કહેલો ધર્મ છે. બધું જ મલે પણ ધર્મ ન મલે તો ? અને જ્ઞાન ,
મળવું તેનાથી પણ દુર્લભ છે. જૈનધર્મ મળ્યો પણ જ્ઞાન પામવાની ઈચ્છા જ નથી તો શું થાય ? અને જ્યાં સુધી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે આઠ કર્મને ઓળખી | શકો નહિ. તો પછી તે આઠ કર્મનો ક્ષય કેવી રીતે થાય? ન થઈ શકે અને તે ન થાય તો Eા મોક્ષસુખની પ્રાપ્તિ નથી. માટે જિન ધર્મ અને જ્ઞાન પ્રાપ્ત કરવું દુર્લભ છે. જો સમ્યગુજ્ઞાન પામો તો આઠ કર્મનો ક્ષય કરી શકો અને તો જ મોક્ષસુખ પામી શકો. (૧૩)
એ પ્રમાણેના યોગની દુર્લભતા જાણીને હે સુગુણ નર ! સાંભળ. હવે આળસ-પ્રમાદને # છોડીને વીતરાગદેવની જે વાણી છે એટલે કે પરમાત્મકથિત જે ધર્મ છે તેની આરાધના કર. Kવી તે જ સાચા સુખની નિસરણી છે. તે જ સુખની ખાણ છે. (૧૪)
મનના ઉલ્લાસપૂર્વક પ્રમાદનો ત્યાગ કરો. સંવેગ ધારણ કરો. એટલે કે સંસાર પ્રત્યે ઉદાસીનપણું ધારણ કરો. કર્મનો સંવર કરો એટલે આવતાં કર્મરૂપી કચરાને અટકાવો અને તે આ પ્રમાણે જે નર-નારી કરે છે, ધર્મ સાધે છે, તે દુર્ગતિને દૂર કરે છે. (૧૫)
એ પ્રમાણેની મુનિવરની વાણી સાંભળીને સુરપ્રિયની મિથ્યામતિ દૂર થઈ. આળસ| નિંદ્રા ભૂદાઈ ગઈ અને સુંદર સારી બુદ્ધિ જાગી અને તેથી મુનિવરને હર્ષપૂર્વક કહેવા લાગ્યો ! (૧૬)