Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ
હે સુરપ્રિય ! એમ સમજીને અગ્નિનું શરણ લેવાની તને જે ઈચ્છા થઈ છે તે છોડી દે. ની આત્માને શુદ્ધ બનાવી દે. મનમાં ઉત્પન્ન થતાં ધર્મનાં અવરોધને ટાળી સમ્યકત્વ ધર્મના ને * પરિણામથી મનને પણ શુદ્ધ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કર. (૧૦)
હે સુરપ્રિય ! સાંભળ. માનવ જન્મ પામવો દુર્લભ છે. તેમાંય આર્યકુલમાં જન્મ વિશેષ આ દુર્લભ છે. સંસારચક્રમાં પાર ન આવે એટલી વખત જીવ ભમ્યો છે; ભમે છે અને જ્યાં સુધી Tી મુક્તિ નહિ થાય ત્યાં સુધી ભમશે ! તેમાં દુર્લભ એવો માનવ જન્મ વારંવાર પ્રાપ્ત થતો | નથી. (૧૧)
વિવેચન : શાસ્ત્રકાર માનવ જન્મની અતીવ દુર્લભતા બતાવે છે કે, પૂર્વે અનંતી પુન્યરાશી એકઠી કરી હોય ત્યારે માનવ જન્મ પ્રાપ્ત થાય છે. આ માનવ જન્મ ચુલકાદિ | દશ દૃષ્ટાંતે દુર્લભ છે. માનવ જન્મની દુર્લભતા બતાવવા દશ દશ દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં કહ્યા છે. તેમાંનું એક દૃષ્ટાંત વિચારીએ. - એક મોટો રાઈનો ઢગલો કર્યો છે. તેમાં દશેક દાણા સરસવના નાંખ્યા છે. હવે તે સરસવના દાણાને બહાર કાઢવા કોઈ એંશી વર્ષની વયે પહોંચેલ વૃદ્ધાને કહેવામાં આવે કે તે આ ઢગલામાંથી સરસવનાં દાણા કાઢીને લાવો? તો શું તે વૃદ્ધા સરસવ કાઢી શકશે ખરી? | ના. ત્યારે જ્ઞાની પુરુષો કહે છે તે દાણા દેવની સહાય થાય તો તે વૃદ્ધાને દાણા કાઢવા સહેલી વાત થઈ શકે પણ ખોવાયેલા દાણાની જેમ હસ્તગત થયેલા માનવજન્મને જો તમે આળસ, પ્રમાદ, મોહ, માયા, આધિ, વ્યાધિ, ઉપાધિ, રાગ-દ્વેષ, વિષય-કષાયમાં મગ્ન બની ગુમાવશો તો અનંતા ભવમાં ખોવાયેલો માનવ જન્મ ફરી મળવો દુર્લભ બનશે. માટે મળેલા માનવ જન્મને ધર્મની સહાયથી સફળ બનાવો.
આગળ વધીને જ્ઞાની પુરુષો કહે છે. માનવ-જન્મ હજુ મલી જાય પણ આર્યકુલમાં જન્મ મળવો તે તેના કરતાં પણ દુર્લભ છે. જન્મ માનવનો મળે પણ નીચકુલમાં, વૈશ્યકુલમાં, સુદ્રકુલમાં એવા કુલમાં મળે તો શું કામનો ? જેમ કાલસૌકરીક કસાઈને જન્મ માનવનો મલ્યો પણ કુલ હીન મળ્યું કે જેથી રોજના ૫૦૦ પાડા મારવાનું પાપ કરે છે. માટે એવા | કુલમાં જન્મ થાય તો તે મળેલો માનવ જન્મ પણ નકામો છે.
આગળ વધીને શાસ્ત્રકાર કહે છે. માનવ જન્મ મળવો, આર્યકુલ મળવું જેટલું દુર્લભ નથી તેટલું દુર્લભ દીર્ધાયુષ્ય મળવું છે એટલે લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. એનાથી પણ દુર્લભ નીરોગી શરીર મળવું તે છે. આયુષ્ય લાંબુ હોય પણ શરીર રોગથી ઘેરાયેલું હોય તો શું કામનું? આ બધું જ મળ્યા પછી સદ્ગુરુનો સમાગમ અત્યંત દુર્લભ છે કે જેથી આપણે ગુરુના સત્સંગથી પરલોકમાં સુખસંપત્તિ પામી શકીએ. (૧૨)
વિવેચન : દીર્ધાયુ મળવું દુર્લભ છે. આપણે જોઈએ છીએ કોઈ વખત જન્મતાં જ બાળક મૃત્યુ પામે છે. કોઈ વખત મરેલા પુત્ર – પુત્રી જન્મે છે. કોઈ એક વર્ષમાં, કોઈ બે,