Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
-૬
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
દુલહો જિનવરનો ધર્મ, દુલહો વળી જ્ઞાનનો મર્મ;
જેણે જીતિયે આઠે કર્મ, જેહથી લહિયે શિવશર્મ.હો. સ્વામી. ૧૩ એહવો યોગ દુલહો જાણી, સાંભળ તું સગુણા પ્રાણી;
આરાધ હવે જિનવાણી, જગમાં જે સુખની ખાણી.હો. સ્વામી. ૧૪ પ્રમાદ તજી મન ગેલે, સંવેગ કરો નિજ બેલે;
સંવર રસમાં જે ખેલે, દુરગતિ તે દૂરે ઠેલે.હો. સ્વામી. ૧૫ ઈમ સાંભળી મુનિની વાણી, સુરપ્રિયની મીંજ ભેદાણી;
મન જાગી સુમતિ સયાણી, કહે સાધુને ઉલટ આણી.હો. સ્વામી. ૧૬ તુમ વયણ સુણીને સ્વામી, વૈરાગ્ય દશા મેં પામી;
હવે કહું છું હું શિર નામી, સંયમ લેઈશ શિવગામી. હો. સ્વામી. ૧૭ ધન ખરખી ધર્મને ઠામ, રતનાવળી તે અભિરામ;
નિજ ગૃપને આપી તામ, હવે સંયમ લેવા કામ.હો. સ્વામી. ૧૮ આવી તે સાધુની પાસે, સંયમ લેઈ ઉલ્લાસે;
ભવજલ તરવાની આશે, ત્રિવિધે પાળે વિશ્વાસે.હો. સ્વામી. ૧૯ સાધુ સુવિધે સંયમ પાળે, તે નિજ આતમ અજુવાળે;
ભવ છોડી મોક્ષને ભાળે, ઈમ નિજ કર્મને ટાળે,હો. સ્વામી. ૨૦
વ્રત લેઈ યૌવન વેશે, ગામાગર નગર પ્રદેશે; વિચરે તે દેશ વિદેશે, ગુરુ સાથે સુવિશેષ.હો. સ્વામી. ૨૧ કુખ્ખી સંબલ જે ધારી, સચિત્ત વસ્તુ પરિહારી;
બેંતાલીસ દોષ નિવારી, એષણિક આહાર લે વિચારી. હો. સ્વામી. ૨૨ નિરતિચારે વ્રત પાળે, દૂષણ જે દૂરે ટાળે;
પંચ સમિતિ વળી સંભાળે, ધર્મે કરી અંગ પખાળે. હો. સ્વામી. ૨૩ ક્રોધાદિક વૈરી જેહ, રાગદ્વેષમાં બંધન લેહ;
શિવિઘે જીતીને તેહ, વિચરે તે મુનિ ગુણગેહ.હો. સ્વામી. ૨૪ ત્રણ ગુપ્તિ સદા જે ધારે, છ કાયની હિંસા વારે;
વળી વિષય સદા પરિહારે, તપે કરી આતમ તારે. હો. સ્વામી. ૨૫ 23232: ૪૦૧
Loading... Page Navigation 1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466