Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text ________________
S
3
10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
(સત્તરમું પાપનું ઠામ પરિહરજો ગુણધામ - એ દેશી) મનમાંથી મચ્છર છોડી, વૃષ્ણાનું બંધન તોડી; મુનિવર પ્રત્યે મદ મોડી, સુરપ્રિય કહે કરજોડી. હો; સ્વામી અરજ સુણો એક માહરી, તુમચી જાઉં બલિહારી હો! સ્વામી. ૧ પ્રભુજી હું મોટો પાપી, ધનલોભે તૃષ્ણા વ્યાપી; તેણે તુમને સંતાપી, મેં સુખની વેલ તે કાપી. હો. સ્વામી. ૨ વૃષ્ણા તરવાર તે ઓપી, લોભે મરજાદા લોપી; નિજ તાત હણ્યો મેં કોપી, દુઃખ ફળની વેલી આરોપી. હો. સ્વામી. ૩ હવે તે પાતકને હરવા, હત્યાને અલગી કરવા; ભવની ભાવઠ પરિહરવા, નિજ આતમને ઉદ્ધરવા. હો. સ્વામી. ૪ પ્રણમી નિશ્ચે તુમ પાયા, પાવકે પરજાણું કાયા; મનમાંથી છાંડી માયા, છુટું જિમ દુરિતની છાયા. હો. સ્વામી. ૫ ઈમ સાંભળી મુનિવર બોલે, રૂડાં વચણ અમીરસ તોલે; તે સુણતાં સુરનર ડોલે, પાપી પણ મનડું ખોલે. હો. સ્વામી. ૬ સાધુ પ્રતિબોધે ઉપદેશે, સુરપ્રિયને સુવિશેષ; સાંભળ તું સુરપ્રિય વાણી, રૂધિરે સાડી રંગાણી. ધોતાં રૂધિરે બળ આણી, ઉજ્વળ થઈ કિહાં જાણી; હો. સ્વામી. ૭ તિમ પાપે પાપ ન જાયે, આતમ હત્યા ઉપાયે; વળી અધિક કર્મ બંધાયે, ઈમ ભાખ્યું આગમ માંય. હો. સ્વામી. ૮ કિમ પશ્ચિમ ઉગે ભાણ, કિમ મેરૂ તજે અહિઠાણ; કિમ કમલ ફૂલે પાષાણે, તિમ ધર્મ નહિ આતમ હાણે. હો. સ્વામી. ૯ ઈમ જાણીને ભજી શુદ્ધિ, બળવાની તજ તું બુદ્ધિ; આદર સહી મન અવિરૂદ્ધ, સમકિત પરિણામે શુદ્ધ.હો. સ્વામી. ૧૦ દુલહો માનવ જનમાર, વળી આરજ કુલ અવતાર; ભવમાંહી ભમતાં અપાર, ન લહે જીવ વારંવાર.હો. સ્વામી. ૧૧ દુલહો જીવિતનો જગ, દુલહો વળી દેહ નીરોગ; દુલહો સદ્ગુરુ સંજોગ, જેણે સુખ લહિયે પરલોગ.હો. સ્વામી. ૧૨
Loading... Page Navigation 1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466