Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ETT TT TT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
23 હવે તે રત્નમાળા કેવી છે? તો કહે છે. ઝલહલ તેજથી ઝલકતી જેની સુંદર જ્યોત છે $ કરી તેવી અને તે રત્નમાળાના તેજનો ઉદ્યોત ચારે બાજુ દેખાય છે તેવી તે રત્નમાળા ગોહોરગે | ગ્રહણ કરી છે. (૮)
તે જોઈને એકદમ સુરપ્રિયને તે સમયે એક જ કાળે ક્રોધ અને લોભરૂપી બે ચંડાળ | ચિત્તમાંથી પ્રગટ થયા. (૯) છે અને ક્રોધાનલથી જાણે જમરાજ ન થયો હોય તેવો યમદૂત સમાન તે કરડી આંખે
વારંવાર રત્નમાલાની ઈચ્છાથી તે ગોહોરગની સામું જોયા કરે છે. (૧૦) ૪ રત્નમાલા મેળવવાની ઈચ્છાવાળો તે સુરપ્રિય અત્યંત રોપાયમાન થયો થકો ગોહોરગને હણવાની દુષ્ટ ઈચ્છાથી ચિત્તથી પણ રૌદ્ર પરિણામી થયો છે. (૧૧)
ગોહોરગ પણ સુરપ્રિયને રૌદ્રપરિણામી અને ક્રોધથી ધમધમતો જોઈને ચિત્તથી વિચારવા લાગ્યો કે આ કદાચ મને મારી નાંખશે. આવા વિચારથી ભયભીત થયેલો ગોઠોરગ પણ | શરીરથી થરથર ધ્રુજવા લાગ્યો. (૧૨)
અને મને મારશે એ બીકથી વિચાર કરતો તે ગોહોરગ ત્યાંથી ભાગવા લાગ્યો. જ્યારે | તે નાસવા લાગ્યો ત્યારે તે પૂર્વભવના પુત્ર સુરપ્રિયે જોરથી તેને લાકડીથી માર માર્યો. (૧૩)
અને તેના પ્રહારથી પૂર્વકૃત પાપોદયથી ગોહોરગ તે જ ક્ષણે મૃત્યુ પામ્યો અને તે જ વનખંડ (ઉદ્યાન)માં સિંચાણો થયો. (૧૪)
ત્યારબાદ હર્ષિત થયેલા સુરપ્રિયે તે રત્નમાલાસ્નેહપૂર્વક લીધી અને જેમ પોતાની પત્નિ હાથયુગલ પોતાના પીયુનાં કંઠે લગાવે તેમ તેણે રત્નમાલા પોતાના ગળામાં નાંખી. (૧૫)
અને સુંદર રૂપ અને ગુણ વડે કરીને જાણે સાક્ષાત્ યુવતી (સ્ત્રી) ન હોય તેમ તે માનતો ચિંતવવા લાગ્યો કે ત્રણ ભુવનમાં સારભૂત (તત્ત્વભૂત) આ રત્નમાલા છે એમ પોતે મનથી | માનવા લાગ્યો. (૧૬)
એટલામાં જ અચાનક તે ભયભીત થયો અને વિચારવા લાગ્યો કે અરે હું આ રત્નમાલા જોઈને આનંદ અનુભવું છું પરંતુ જો ચંદ્ર નરેશ્વર આ વાત જાણશે તો મારી પાસેથી કે રત્નમાલા લેશે અને તેની સાથે મારા મસ્તકને (માથાને) પણ લેશે એટલે કે મારા મસ્તકનો જ છેદ કરશે. (૧૭)
એમ વિચારી હજુ આગળ વિચારવા લાગ્યો કે આજે મને અહિં કોઈ જોતું તો નથી જ # ને? એમ વિચારતો ઉદ્યાનમાં ચારે તરફ દશે દિશામાં તે જોવા લાગ્યો. (૧૮)