________________
STD
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હોજી લોભે થયો પંઆડ, છાંડી પંચેન્દ્રિય પણે હો લાલ; હોજી એકેંદ્રિય પણ જીવ, લોભથી લપટાયે ઘણું હો લાલ. ૨૪ હોજી તાત મરીને તુજ, ગોહોરગ ધન લાલચે હો લાલ; હોજી ઉપનો એણે ઠામ, દિવસ કેતા ગયા નિચે હો લાલ, ૨૫ હોજી તેહને મારી તે આજ, એ લીધી રયણાવણી હો લાલ; હોજી અરથ એ અનરથ મૂલ, જેણે થાયે મતિ શામળી હો લાલ. ૨૬ હોજી ધુરથી માંડી સંક્ષેપ, અધિકાર એ ભાખ્યો તને હો લાલ; હોજી ઈમ જાણીને વેર, રાખીશ મા હવે તું મને તો લાલ. ૨૭ હોજી ઉદયરતન કહે એમ, ઈકોતેરમી ઢાળમાં હો લાલ; હોજી લોભે કરી નરનાર, મ પડો માયાજાલમાં હો લાલ. ૨૮
ભાવાર્થ હવે સુરપ્રિયની પરિણતી કોમળ થઈ છે એમ જાણીને મુનિવર તેને કહેવા લાગ્યા કે, હે સુરપ્રિય ! મનમાંથી ખેદને દૂર કરીને હવે તું તારો પૂર્વભવ સાંભળ ! (૧)
આ જંગલમાં પૂર્વે વિંધ્યાચલ પર્વતના મૂળમાં મદઝરતો એક જુલમી હાથી ઘણાં હાથીઓ અને હાથણીઓનો સ્વામી, કોઈ તેનાં પર આક્રમણ ન કરી શકે તેવો મહાબલવાન રહેતો હતો. (૨)
અને તે જ વનખંડમાં હાથીના ગર્વને ઉતારનારો એક સિંહ વસતો હતો. તે સામાન્યથી સર્વના ગર્વને ઉતારતો હતો. (૩)
અને કોઈ એક વખત વનમાં ફરતાં એવા તે મૃગરાજે એક દિવસ તે હાથીને જોયો | અને ક્રોધથી લાલચોળ થયેલો તે સિંહ તે જ સમયે તે હાથી તરફ ધસી આવ્યો. (૪)
અને ગજરાજના કુંભસ્થળ ઉપર ત્રાડ પાડ્યા વગર અચાનક કૂદીને પડ્યો. જાણે હાથીના મસ્તક ઉપર અચાનક નભ થકી વીજળી પડી. (૫)
એ પ્રમાણે હાથીને મારીને તે સિંહ જેટલામાં તે વનમાં ફરવા લાગ્યો તેટલામાં કર્મયોગે આ તે જગ્યાએ સિંહે ત્યાં અષ્ટાપદ નામના પ્રાણીને જોયો. (૬)
જેમ ક્રોધથી સિંહે હાથીને હણ્યો તેમ તે જ ક્ષણે મનમાં ક્રોધને ધારણ કરતાં અષ્ટાપદે તે સિંહને ફાડી નાંખ્યો. (૭) સી જ્ઞાની પુરુષો કહે છે જે જીવ જેવા પ્રકારનું કર્મ બાંધે છે તેવા પ્રકારે તેને તે કર્મના વિપાકને ભોગવવું પડે છે. કોઈપણ જીવે બાંધેલું કર્મ તે ભોગવે છુટકો થાય છે. કર્મ તેને છોડતું નથી. એમ પદર્શનમાં પણ કહ્યું છે. (૮)