Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STORIES A શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
| | એ પ્રમાણે ઉત્પન્ન થયેલો મનોરથ શ્રીદેવી પોતાના સ્વામીને જણાવે છે અને “શ્રીધર' .
રાજા તે દોહદ પૂર્ણ કરવાની તૈયારી કરે છે અને ગુણવાન શ્રીદેવી સુવર્ણમય ઘડાને નિર્મલ ને | જલથી ભરીને પરમાત્માની હવણ (પક્ષાલ પૂજા) કરીને હાથ જોડીને નમસ્કાર કરે છે. (૪) .
એ પ્રમાણે મનોરથ પૂર્ણ થયે છતે અને ગર્ભકાળ પૂર્ણ થયે છતે પૂર્ણ સમયે શ્રીદેવીએ 6 | એક પુત્રીને જન્મ આપ્યો અને પૃથ્વીપતિ શ્રીધર રાજાએ મહોત્સવ કરવાપૂર્વક તે પુત્રીનું મન કુંભશ્રી” એ પ્રમાણે દોહદને અનુસાર નામ સ્થાપન કર્યું. (૫)
હવે જેમ પાણી સિંચવા દ્વારા પાણીથી નાગરવેલ વૃદ્ધિ પામે છે - વધે છે તેમ તે કુંભશ્રી રાજકુમારી દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે અને હાથીની (ગજગતિ) ચાલે ગેલ જ કરતી ચાલે છે. (૬)
વળી તે રાજસુતા ઈંદ્રાણી સમાન મોહનવેલ જેવી છે. સ્ત્રી-પુરુષના મનને મોહ પમાડે 3 તેવી રૂપથી રંભા સમાન રૂપરૂપનો ભંડાર છે. (૭).
અનુક્રમે વધતી તે રાજકુમારી ‘કુંભશ્રી'નું બાળપણું દૂર થયું અને યૌવનપણું પ્રાપ્ત કી થયું. હવે તે “કુંભશ્રી” રૂપથી તિરાણીથી પણ અધિક શોભવા લાગી. (૮)
હવે તે સમયે ભવસમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન ગુણરૂપી રત્નોના ભંડારી શ્રી | વિજયસૂરીશ્વર નામના આચાર્ય ભગવંત કુંભપુરનગરની બહાર ઉદ્યાનમાં ઘણાં પરિવારથી | પરિવરેલા ચાર જ્ઞાનથી યુક્ત મુનિવર પધાર્યા (સમવસર્યા). (૯, ૧૦)
એ પ્રમાણે ચોસઠમી ઢાળમાં ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, હવે “શ્રીધર” રાજા મા તે મુનિવરને પ્રેમપૂર્વક નમસ્કાર કરશે. (૧૧)
ઈતિ ૬૪મી ઢાળ સંપૂર્ણ
STATISTIA ૩૫૦
SATTACT