Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS

View full book text
Previous | Next

Page 410
________________ SS | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . કે ચોસઠ ઈન્દ્રોથી સેવાતા પોતાના પુત્રને જોઈને મરૂદેવા માતા વિચારવા લાગ્યા, જેને માટે કરી મેં રડી રડીને વર્ષો વિતાવ્યા. આંખે પડલ આવ્યા, તે પુત્રને મારા પર જરાં પણ મોહ નથી. 6એટલું જ નહિ મારા માટે કંઈ સંદેશો પણ મોકલ્યો નહિ. ખરેખર જગત સ્વાર્થમય છે અને કરી મારો ઋષભ તો વૈરાગી છે. તેને પહેલેથી જ માયા-મમતા ત્યાગી છે અને હવે વીતરાગી બન્યો છે. ખરેખર કોઈ કોઈનું સગુ થતું નથી. આમ એકત્વ ભાવના ભાવતા ભાવતા ભાવધર્મના બળે મરૂદેવી માતા પણ કેવલજ્ઞાન પામ્યા ! એ પ્રમાણે અનેક જીવો ભાવધર્મના માધ્યમથી સંસાર સમુદ્ર તરી ગયા છે. ખરેખર ન | સમગ્ર સંસારમાં જોતાં સર્વ ધર્મમાં પ્રધાન શ્રેષ્ઠ ભાવધર્મ છે. (૫) તે માટે હે રાજન્ ! તમે મનને સ્થિર કરી, એકાંતે નિશ્ચલમનથી ભાવપૂર્વક દેવાધિદેવની - સ્નેહધરી પૂજા કરો. (૬) વળી હે રાજન્ ! સંયમ વિના પણ તારૂં પ્રભુપૂજાથી કલ્યાણ થશે અને તે જ પૂજાનાં માધ્યમથી તું મોક્ષસુખના ફળને અને સુખને પામીશ. (૭) અહિં સંયમજીવનને ગૌણ કર્યું છે અને શ્રાવકધર્મની પ્રધાનતા બતાવી છે, તેનું કારણ એક જ છે પ્રથમ સંયમધર્મ બતાવ્યા પછી વ્યક્તિ તે જીવનને, તે ધર્મને આરાધવા સમર્થ ન . નિ હોય ત્યારે તેને શ્રાવકધર્મ બતાવવો પડે ! તેથી અહિં પણ પ્રથમ સંયમધર્મ બતાવ્યો પણ મને હરિચંદ્ર રાજા તે લેવા સમર્થ ન હોવાથી શ્રાવકધર્મ બતાવ્યો. જેમ કોઈ ઘરાક દુકાનમાં માલ લેવા આવે તેને દરેક જાતના માલ બતાવાય છે. ઉંચી | કિંમતના, મધ્યમ કિંમતના, અને જઘન્ય કિંમતના. પણ ઘરાકની જેટલી શક્તિ હોય તેટલી જ કિંમતનો જ માલ તે ગ્રહણ કરે છે. તેવી જ રીતે બે પ્રકારનો ધર્મ બતાવવામાં આવે છે. જે | વ્યક્તિ જેને વિષે સમર્થ હોય તે વ્યક્તિ તેવો ધર્મ સ્વીકારે છે. ' હે રાજન્ ! તું તારા મનને સ્થિર કરી, શુભભાવ પૂર્વક પ્રભુપૂજા કર ! જેમ સમતાના ની બળથી સુરપ્રિયે બાધારહિત (વિઘરહિત) પણે મોક્ષસુખને હસ્તગત કર્યું. (૮) કેવલી ભગવંતની એ પ્રમાણેની વાણી સાંભળી, હરિચંદ્રરાજા આશ્ચર્ય પામ્યો અને ૬ મુનિવરને તે સમયે કહેવા લાગ્યો કે મુનિવર, મારા પર મહેર કરી (કરૂણા કરી) તે સુરપ્રિયનો વૃતાન્ત મને કહો. (૯) હરિચંદ્ર રાજાની વાત સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યાં કે હે રાજન્ ! સ્થિર | એવા ભાવધર્મના ગુણથી સુરપ્રિયે શિવસુખ સાધ્યું તેમ હે રાજન્ ! સાંભળ. તું પણ તે રીતે આ શીવસુખને પામ અને હવે તે સુરપ્રિયનો અધિકાર વિસ્તારથી કહું છું તે સાંભળ. (૧૦)

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466