Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ET
) : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. . ઢાળ ઓગણસીત્તેરમી
| દોહા-સોરઠી ઈમ તે આરત ધ્યાન, ધન કારણે ધાયા સહી; આવ્યા પુર ઉધાન, બાપ બેટો તે બે જણા. ૧ વાર તિહાં વડ હેઠ, દેખે શ્વેત પંઆડિયો; સુરપ્રિય સુંદર શેઠ, દેખી હરખ્યા હોય તે. ૨ ચિત્તશું ચિંતે સોય, શાસ્ત્રમાંહી ભાખ્યું સહી; મૂળે મહાધન હોય, હેજે શ્વેત પંઆને. ૩ મનમાંહી બે મૂઢ, દામ કાજે દિલ ચિંતવે; કપટ વિચારે ફૂડ, દુબુદ્ધિ મહાદુષ્ટ તે. ૪ ઉત્તમ દિન નહિ આજ, લખમી એ લેવા તણો; શુભ દિવસે શુભ સાજ, કરશું આપણ કાજ એ. ૫ ઈમ ચિંતી આવાસ, આવ્યા બે ઉલટ ભરે; ભાખે એહવી ભાસ, શુકન આજ ન થયા સહી. ૬ નાવે તેહને નીંદ, દેવ જાણે દોષી થયો;
આંખે વસ્યો ઉનીંદ, લક્ષ્મીને લોભે કરી. ૭ ભાવાર્થ ધનના લોભે “સુંદરશેઠ અને સુરપ્રિય બંને પોતાના ગામથી નીકળી અન્ય 6 દેશમાં ધન મેળવવા ગયા છે અને ધન માટે આર્તધ્યાન કરતા તે બંને દોડ્યા અને તે મા નગરીના વનપ્રદેશમાં (ઉદ્યાન)માં આવ્યા. (૧) | અને તે બંનેએ સુંદર વડ નીચે શ્વેત એકેન્દ્રિય જીવો દેખ્યાં અને તે જોઈને સુરપ્રિય સી અને સુંદરશેઠ બંને હર્ષ પામ્યા. (૨)
અને ચિત્તથી વિચારવા લાગ્યા કે શાસ્ત્રમાં કહ્યું છે કે સફેદ પુડના મૂળમાં (તળીયે) મહાધન હોય છે. (૩)
અને તે મહાધનને જોઈને બાપ, બેટો બંને મૂઢ પૈસા માટે હૃદયથી વિચારે છે. બંને કરી હૃદયમાં ખોટી માયા કરે છે અને પૈસા માટે દુષ્ટબુદ્ધિ ઉત્પન્ન થઈ છે જેમને એવા તે બે મહાદુષ્ટ થયા છે. (૪)
અને બંને વાત કરે છે કે ધન લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ નથી. માટે કોઈ સારા 3 દિવસે, સારા સાજથી આપણે તે ધન લેવાનો ઉપાય કરીશું. (૫)