________________
. . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ || હવે સુરપ્રિય સૂતાં સૂતાં વિચારે છે કે પિતાને ખબર ન પડે તેમ રાત્રીમાં ઉઠીને જ્યાં ; ન ધનનું નિધાન રહેલું છે ત્યાં જઈને ધન લઈ લઉં. (૨)
એ પ્રમાણે વિચારીને સુરપ્રિય ઉઠીને ધન લેવા જાય છે. પરંતુ ત્યાંથી સુંદરશેઠ પહેલેથી જ ધન કાઢી લઈને બીજી જગ્યાએ રાખ્યું હતું. (૩)
તેથી તેનો પુત્ર સુંદરશેઠને પૂછે છે, હે તાત ! તમે કહો અહિં જે ધન હતું તે લઈને તમે | ક્યાં મૂક્યું છે ? (૪)
પુત્રના ઉપર પ્રમાણેના વચન સાંભળી સુંદરશેઠ બોલ્યા કે, હે પુત્ર ! તું જે કંઈ બોલ કે બોલે તે વિચારીને બોલજે. મેં તે ધન જોયું નથી ! (૫).
વળી જે કંઈ બોલવું હોય તે વિચારીને બોલવું જોઈએ. વગર વિચાર્યું બોલવાથી | આપણા બે વચ્ચે કલેશ થશે ! એ પ્રમાણે ત્રાડ નાંખતો સુરપ્રિયનો પિતા બોલ્યો. (૬)
પિતાના તીખાં મરચા જેવા વચન સુરપ્રિયે સાંભળ્યા અને તે સાંભળીને સુરપ્રિય ત્રાટક્યો અને તેને તે વચન કાનમાં શૂળની જેમ ભોંકાવા લાગ્યા. (૭)
અને ક્રોધરૂપી અગ્નિથી બળ્યો ન હોય તેવો, તપેલા ગોળા જેવો, પિતા પ્રત્યે રીસ . Sી ચઢાવીને બોલવા લાગ્યો કે હે તાત ! વિણ આયુ ખૂટે તમારા પોતાનાં મુખથી તમે મૃત્યુ શા | માટે માંગો છો ? અને શા માટે મસ્તક છેદાવા તૈયાર થયા છો ? (૮)
વળી કહેવા લાગ્યો કે તે નિધાન મને દેખાડો, નહિ તો હે તાતજી ! સાંભળો. અનર્થ ઉભો થશે. હું તમારા પ્રાણ લઈશ ! (૯)
એ પ્રમાણેની પુત્રની વાણી સાંભળીને પિતાજી બોલ્યા કે હે પુત્ર! જો તું સમજે છે કે ધન એ અનર્થનું કારણ છે તો શા માટે વારંવાર તું તે ધનની માંગણી કરે છે. જેમાં મુસાફર જાણે ક છે કે પાણીથી ભરેલા કૂવામાં પડવાથી મોતને શરણ થવું પડે અને છતાં જો જલકૂપમાં પડે તો ની શું થાય? તેમ હે પુત્ર તું જાણે છે ધન કલેશનું કારણ છે તો વારંવાર માંગવાથી શું? (૧૦) દર Sી તેમજ પુત્ર ! જન્મ તો અન્ય ભવોમાં પણ વારંવાર મળશે, મળે છે. પરંતુ જો પુણ્ય ન ધી હોય તો પૈસો વારંવાર મળતો નથી ! પુન્ય હોય તો જ પ્રાણી ધનવાન બની શકે છે. (૧૧) છે અને કદાચ જો તું ક્રોધથી માહરા પ્રાણ લઈશ ! તો પણ હું તે નિધાનની કંઈ જ વાત કરી જાણતો નથી. (૧૨)
એ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને સુરપ્રિયે મર્યાદાને દૂર કરી એટલે કે લજાને નેવે મૂકી અને ઘીથી જેમ અગ્નિ સિંચાય તો વધુ આગ પ્રજવલિત થાય તેમ, તેનો ક્રોધાનલ | ભડભડ ભડકા કરવા લાગ્યો. (૧૩) કે નદીમાં જેમ પુર આવે તેમ ક્રોધાવેશમાં આવી જઈને તેણે પોતાના પિતાને ગળે ફાંસો 1. દઈને મારી નાંખ્યો, ખરેખર ધનના લોભી મનુષ્ય પૃથ્વીતલ પર શું ઉત્પાત નથી કરતા! (૧૪) ની