________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આઠ કર્મ ઃ જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, વેદનીયકર્મ, મોહનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ, અંતરાયકર્મ. આ આઠ પ્રકારના કર્મ છે. તેના ૧૫૮ ભેદો છે. સત્તામાં રહેલા છે. હ૨ક્ષણે સાત પ્રકારના કર્મ બંધાય છે. ફક્ત એક આયુષ્ય કર્મ એવું છે કે જે આખા ભવમાં એક વખત બંધાય છે. કર્મસત્તા આગળ કોઈનું કશું જ ચાલતું નથી. ચાહે ચક્રવર્તી હોય, ઈન્દ્ર હોય, તીર્થંકર હોય. રાજા હોય કે રંક હોય, કર્મસત્તાની આગળ બધાં જ સમાન છે. આઠે આઠ કર્મે આવીને શેઠ સમાન આપણા આત્માને ગુલામ બનાવેલ છે. કર્મ-સત્તા આવીને સ્ફટીક જેવા નિર્મલ આપણા આત્માને મલિન બનાવે છે. જેમ સ્ફટીકની મૂર્તિ પાછળ વાદળી કલર કે લાલ કલર આદિ કોઈપણ કલરનો પડદો કરવામાં આવે તો તે મૂર્તિ તે તે કલ૨મય દેખાય છે. તેમ આપણો આત્મા કર્મના આચ્છાદનવડે તે તે પ્રકારના કર્મથી લેપાઈને મલિન બને છે. તુંબડાની જેમ તરવાની શક્તિવાળો આપણો આત્મા તુંબડા પર જો કાદવનો લેપ કરવામાં આવે તો ભારે થવાથી તે તરી શકે નહિ તેમ કર્મરૂપી કર્દમથી ભારે થયેલો આત્મા ભવસમુદ્રમાં ડૂબી જાય છે. આપણા આત્મા પર લાગેલા કર્મના સામ્રાજ્યને જો દૂર કરવું હોય તો તેની સામે ધર્મસત્તાને લાવવી પડે છે. જેમ સર્પને દૂર કરવા તેની સામે મોર લાવવામાં આવે તો સર્પ દૂર થઈ જાય છે. તેમ કર્મરૂપી સર્પને દૂર કરવા ધર્મરૂપી મોર લાવવો પડે છે. જ્ઞાનાવરણીયકર્મ આંખે પાટા બાંધવા જેવું છે. દર્શનાવરણીયકર્મ પોળીયા સમાન, વેદનીયકર્મ મધથી લેપાયેલી તલવાર સમાન. મોહનીય કર્મ મદિરા સમાન. આયુષ્યકર્મ બેડી સમાન, નામકર્મ ચિતારા સમાન, ગોત્રકર્મ કુંભકાર સમાન અને અંતરાયકર્મ ભંડારી સમાન છે. આ આઠેય કર્મ ધર્મની વાટે ચઢેલા આપણા આત્માને અધવચ્ચે-અડધારસ્તે પછાડે છે. માટે હે શ્રોતાજનો ! અવળા રસ્તે ચઢાવનાર કર્મબંધ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો. કર્મ બાંધતા વિચાર કરતાં નથી પણ તેના વિપાકને ભોગવતાં આંખે અશ્રુધારા વહે છે. માટે જ જ્ઞાની પુરુષો ફ૨માવે છે ‘“બંધ સમયે ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ ?’’ કર્મ સામેથી આવીને આપણાં આત્માને ચોંટતું નથી પરંતુ આપણે જ મિથ્યાત્વાદિ હેતુએ કરી આત્મા સાથે તેનો બંધ કરીએ છીએ. જ્યાં સુધી આ આઠેય કર્મનો નાશ નહિ કરીએ ત્યાં સુધી આપણું ભવભ્રમણ અટકશે નહિ ! જો ભવભ્રમણ અટકાવવું છે ? તો તે મિથ્યાત્વાદિ હેતુથી દૂર રહો અને ધર્મના શરણે ચાલ્યા જાવ અને આત્મશ્રેય સાધી કર્મરહિત બની શાશ્વત સુખના ભોક્તા બનો.
esesmes
તેવી જ રીતે પાંચ પ્રકારના પ્રમાદ છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ આવતાં જીવને ધર્મ ક૨તાં અટકાવે છે. દર્શન, પૂજા, વ્યાખ્યાનાદિ શુભ અનુષ્ઠાનોમાં નિદ્રા આડી ભીત બનીને ઉભી રહે છે. સામાયિકાદિ કરવાની ઈચ્છા થાય અને પ્રમાદ આવીને ઉભો રહે.
૩૫૭