________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વળી તે દુઃખીયારીનું ‘દુર્ગતા’ એવું નામ રાખવામાં આવ્યું છે. પૂર્વભવના કર્મના યોગે આ ભવે તેનું પાપ ઉદય આવ્યું છે. તે દરિદ્રીનો જાણે કોટ ન હોય તેવી રોગીષ્ટ છે કે જેના શરીર પર માખી બેસે છે અને ગણગણાટ કરી રહી છે. તે ગણગણ શબ્દના ગોટા ઉડી રહ્યા ન હોય તેવી લાગે છે. (૩)
VAZZA
એ પ્રમાણેના જ્ઞાની અણગારના વચન સાંભળી પૃથ્વીપતિ ‘શ્રીધર’ રાજા મસ્તક ધુણાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહો ! આ જગતમાં જીવને કર્મના કેવા કડવા વિપાક ભોગવવા પડે છે. (૪)
તે સમયે તે ‘દુર્ગતા’ નારી પણ અણગા૨ને નમસ્કાર કરી પૂછવા લાગી કે, હે સ્વામી ! મેં પૂર્વભવમાં એવું કયું કર્મ કર્યું કે જેથી કરીને હું આવા પ્રકારના દુઃખને પામું છું. તે કૃપા કરીને મને જણાવો. (૫)
તે સાંભળીને જ્ઞાની મુનિવરે કહ્યું કે હે બહેન ! તાહરા પૂર્વભવનો અધિકાર (વૃતાન્ત) કહું છું તે સાંભળ. તું પૂર્વભવે બ્રહ્મપુર નગરમાં ‘સોમા’ નામની બ્રાહ્મણી હતી. (૬)
પૂર્વભવમાં તે તારી પુત્રવધૂ ‘સોમશ્રી’ એ ૫૨માત્મા સન્મુખ અનંતો લાભ પ્રાપ્ત થશે એમ માની પાણીનો ઘડો (પક્ષાલ માટે જલકુંભ) મનના ઉલ્લાસ સાથે ધરાવ્યો હતો.
તે સમાચાર સાંભળી દૂરથી આવતી તારી તે ‘પુત્રવધૂ’ સોમશ્રીને જોઈ તું અત્યંત ક્રોધે ભરાઈ અને મનથી રીસ ચઢાવી તેનાં પ્રત્યે દ્વેષ ધારણ કરી તેં તેને કહ્યું કે તે ઘડો તારા મસ્તક પર ચોંટી કેમ ન રહ્યો ? કે જેથી તેં જલકુંભ પરમાત્મા સન્મુખ ધરાવ્યો ! (૭)
એ પ્રમાણેના વચન બોલવાથી તેં જિનપૂજામાં અંતરાય ઉભો કર્યો. તે કર્મના ભોગે તું આ ભવમાં આવું મહાદુ:ખ પામી છે કે જેથી તારા મસ્તક પર આવી મોટી ‘૨સોલી’ થઈ છે. ખરેખર ‘કર્મ કર્તાને અનુસરે છે.’ જે જીવ જેવું કર્મ બાંધે છે તેવું તેને ભોગવવું પડે છે. કર્મ કોઈને છોડતું નથી. ગમે તે ભવમાં તેની પાછળ જાય છે. (૯)
એ પ્રમાણે મુનિવરના વચન સાંભળી ‘દુર્ગતા' ના૨ી પશ્ચાતાપ કરવા લાગી અને અણગારની સમક્ષ પોતાના આત્માની નિંદા કરવા લાગી. યાને આત્માથી કરેલ કર્મને યાદ કરી પોતાના આત્માને ધિક્કારવા લાગી. (૧૦)
હવે તે ‘દુર્ગતા’ નારી શાસનના શણગાર એવા જ્ઞાની મુનિવરને કહેવા લાગી કે હે મુનિવર ! જ્યારે કર્મવિપાક (કર્મના કડવા ફલ) ઉદયમાં આવ્યા છે ત્યારે વધારે દુઃખ ક૨વાથી શું ? હસતાં બાંધેલા કર્મ રડતાં પણ છૂટતાં નથી, તે તો ભોગવે જ છૂટકો. તેથી તેનું આ ફળ હું અનુભવી રહી છું. (૧૧)
૩૬૫