Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) ) HTAT
સા પૂછે વળી સાધુને, સોમશ્રી કરી કાળ; કુણ ગતિએ જઈ ઉપની, ભાખો દીન દયાળ. ઈમ૦ ૧૩ મુનિ કહે સાંભળ તું સહી, સોમશ્રી મરી તેહ; કુમરી કુંભશ્રી નામે થઈ, શ્રીધર રાજાને ગેહ. ઈમ૦ ૧૪ સંપ્રતિ એક સભામહી, બેઠી તાતને પાસ; જિન જલદાન ફળે કરી, પામી પરમ વિલાસ. ઈમ. ૧૫ સુરનારને ભવે અનુક્રમે, ભોગવી ઉત્તમ ભોગ; મુગતે જાશે ભવ પાંચમે, જળપૂજાને રે જોગ. ઈમ૦ ૧૬ કુંભશ્રી ઈમ સાંભળી, વારુ વાત વિનોદ; ઉઠી વંદે અણગારને, મનમાં આણીને મોદ. ઈમ૦ ૧૭ પ્રણામી પૂછે અણગારને, કહો પ્રભુ તેહ કુંભાર; કાળ કરી કિહાં ઉપનો, જેણે કીધો ઉપગાર. ઈમ૦ ૧૮ સુણ ભદ્રે ! કહે સાધુજી, તેહ પ્રજાપતિ ત્યાં હ; જલપૂજાની અનુમોદના, કીધી મનને ઉછાહ. ઈમ, ૧૯ તેણે પુછ્યું તે ઉપનો, શ્રીધર એ તુજ તાત; નિરૂપમ જેહ નરેસરુ, વસુધામાંહિ વિખ્યાત. ઈમ૦ ૨૦ શ્રીધર ભૂપતિ સાંભળી, પૂરવ જનમ સંબંધ; વંદે સાધુને વળી વળી, આણી અધિક આણંદ. ઈમ૦ ૨૧ છાંસઠમી એ પૂરી થઈ, વારુ ઢાળ રસાલ; ઉદયરતન કહે પ્રેમથી, સુણો શ્રોતા ઉજમાલ. ઈમ૦ ૨૨
ભાવાર્થ : જ્યારે શ્રીધરરાજા રાક્ષસી સ્વરૂપ દેખાતી દુઃખીયારી તે સ્ત્રીનો વૃત્તાંત પૂછી કી રહ્યા છે ત્યારે શ્રી વિજયસૂરીશ્વર અણગાર જેમનું નિર્મલ જ્ઞાન છે, જેઓ સમયજ્ઞ છે તે ની મુનિવર ફરમાવી રહ્યા છે કે હે રાજન્ ! સાંભળ. તારી આ નગરીમાં વેણુદત્ત નામના ની શ્રેષ્ઠી વસી રહ્યા છે, તેમની આ પુત્રી છે. (૧).
તે પુત્રીના જન્મથી જ એટલે કે જન્મ થતાંની સાથે તેના માતા-પિતા સ્વર્ગવાસી બન્યા. ' દિક કોઈક ભાગ્યના યોગે તે પુત્રી જીવતી રહી છે ને તેનું ભાવિ એ રીતે સર્જાયું લાગે છે. (૨)