________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
‘દુર્ગતા’ની ઉપર પ્રમાણેની વાત સાંભળી મુનિવર બોલ્યા કે હે બહેન ! તેં પૂર્વભવમાં કરેલાં કર્મનો પાછો પસ્તાવો કર્યો હતો, તેથી કરીને બાંધેલા તે કર્મનો આ ભવમાં જ તું અંત કરીશ. (૧૨)
ત્યારપછી તે ‘દુર્ગતા' મુનિવરને પૂછવા લાગી કે, હે ભગવંત ! ‘પુત્રવધૂ’ એવી પૂર્વભવની તે ‘સોમશ્રી’ મૃત્યુ પામીને કઈ ગતિએ ઉત્પન્ન થઈ છે ? તે હે દીનદયાળ ! કૃપા કરીને મને કહો. (૧૩)
‘દુર્ગતા’ નારીના વચન સાંભળી ગુરુવરે કહ્યું કે હે બહેન ! સાંભળ. તે ‘સોમશ્રી' મરીને આ નગરીના રાજા ‘શ્રીધર’ પૃથ્વીપતિના ઘરે ઉત્પન્ન થઈ છે અને તેનું ‘કુંભશ્રી’ એ પ્રમાણે નામ રાખેલ છે. (૧૪)
અને વર્તમાનમાં એટલે હમણાં આ સભામાં તે ‘કુંભશ્રી’ પોતાના પિતા ‘શ્રીધર’ રાજાની પાસે બેઠી છે. પ૨માત્માને ધરાવેલ જલકુંભ (પાણીનો ઘડો)ના પુણ્યબળે આ પરમસુખ સૌભાગ્યને પામી છે. (૧૫)
વળી તે ‘કુંભશ્રી’ અનુક્રમે દેવ અને મનુષ્યના ઉત્તમ ભવમાં, ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરી, ઉત્તમ ભોગોને ભોગવી જલપૂજા (પક્ષાલપૂજા)ના પ્રતાપે પાંચમા ભવે શાશ્વતસુખને પામશે. (૧૬)
હવે ‘કુંભશ્રી’ પણ એ પ્રમાણેની શ્રેષ્ઠ વાણી-વિનોદને સાંભળી મનમાં આનંદને ધા૨ણ ક૨ી, સભામાંથી ઉઠી મુનિવરને વંદન કરવા લાગી. (૧૭)
અને વંદન કરી મુનિવરને પૂછવા લાગી કે, હે મુનિવર ! મારા ઉપર કૃપા કરીને કહો કે મારો ઉપકારી તે કુંભાર મૃત્યુને પામી કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે ? (૧૮)
તે સાંભળી વિજયસૂરીશ્વરે કહ્યું કે, હે ભદ્રે ! (હે બહેન) સાંભળ, તારા ઉપકારી તે કુંભારે જલપૂજાની મનથી ઉત્સાહપૂર્વક અત્યંત અનુમોદના કરી હતી. (૧૯)
તે પુણ્યના પ્રતાપે કાળ કરી પૃથ્વીમાં વિખ્યાત જેની જોડ જોતાં જડે તેમ નથી તેવા રાજાઓમાં શ્રેષ્ઠ એવા ‘શ્રીધર’ રાજા, તારા પિતા તરીકે થયા છે. (૨૦)
‘શ્રીધર’ રાજા પણ પૂર્વભવનો પોતાનો અધિકાર સાંભળી અત્યંત આનંદપૂર્વક વારંવાર મુનિવરને વંદન કરવા લાગ્યા. (૨૧)
એ પ્રમાણે મીઠી અમૃત સમાન ઉત્તમ રસને આપનારી શ્રેષ્ઠ છાંસઠમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી કહે છે કે હે, શ્રોતાજનો ! હવે સાવધાન થઈને વધુ રસપ્રદ કથા આગળ સાંભળજો !
ઈતિ ૬૬મી ઢાળ સંપૂર્ણ
MESH
ચેતના ૩૬૬ લોન