Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
દુર્લભ એવો મનુષ્યભવ શા માટે હારી જાવ છો. હે ભવ્યજીવો ! આ સંસાર સમુદ્રથી પોતાના આત્માને તારવા માટે સમ્યક્ત્વ સહિત બારવ્રતો સ્વીકારો અને વિધિપૂર્વક તે વ્રતોને આરાધી ભવસમુદ્રથી પાર પામો. (૧૬)
એ પ્રમાણે વિજય નામના આચાર્ય ભગવંતે અનેક પ્રકારે હર્ષપૂર્વક ભવ્યજીવોને ઉપકાર અર્થે ઉપદેશ દીધો અને પૃથ્વીપતિએ વિશેષ પ્રકારે અને સર્વ ભવ્યજીવોએ બોધ પ્રાપ્ત કરી ચિત્તથી ગ્રહણ કર્યો. (૧૭)
કવિ ઉદયરત્નજી મહા૨ાજ એ પ્રમાણે પાંસઠમી ઢાળમાં પ્રકાશી રહ્યા છે કે હે ભવ્યજનો ! પ્રગલ્ભવાક્ચાતુરીથી અપાયેલ અમૃતથી પણ મીઠી જિનવાણીને સાંભળી તેના પ્રત્યે શ્રદ્ધા કરી આચરણમાં મૂકજો અને પ૨માત્મકથિત ધર્મપંથ એ જ સત્યમાર્ગ છે એમ જાણી, તેમાં લયલીન બની રહેજો. (૧૮)
ઈતિ ૬૫મી ઢાળ સંપૂર્ણ
23 23 23
૩૬૧