Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SANT
...
STATE DISAST શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ચોસઠમી
// દોહા |
આય પુરી અનુક્રમે, કાળ કરી કુંભાર; કુંભપુર રાજા થયો, શ્રીધર નામે ઉદાર. ૧
શ્રીદેવી પટ્ટરાગિની, રૂપે રંભ સમાન; રાજ્ય લીલા સુખ ભોગવે, તે સાથે રાજાન. ૨ જલપૂજા અનુમોદીને, પામ્યો રાજય અનૂપ;
સેવા સારે જેહની, મોટા મંડળ ભૂપ. ૩ ભાવાર્થ : હવે કુંભારનો જીવ કાળક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કુંભપુર નામના Eી નગરમાં ઉદાર એવા “શ્રીધર' નામે રાજા થયો. (૧)
રૂપથી રંભા સમાન “શ્રીદેવી’ પટ્ટરાણીની સાથે તે “શ્રીધર' રાજા રાજ્યના અનૂપમ ની સુખને ભોગવે છે. (૨) ૬ કુંભારે કરેલી જલપૂજા (પક્ષાલ પૂજા)ની અનુમોદનાના પુણ્ય પ્રતાપે તે કુંભાર અનુપમ કિસી સુંદર રાજ્ય સમૃદ્ધિ પામ્યો અને રાજાઓના મોટા મોટા મંડળો એટલે કે પૃથ્વીતલ વિષે મને રહેલાં સઘળાં રાજાઓ તેની સેવા કરે છે. (૩)
વિવેચન : ખરેખર જૈનશાસનની બલિહારી છે કે, નાનામાં નાનું અનુષ્ઠાન પણ ની અક્ષયસુખના ભોકતા બનાવે છે. અનુષ્ઠાન તો શાશ્વત સુખ અપાવે છે. પરંતુ તે અનુષ્ઠાનની આ ક કરેલી અનુમોદના પણ જ્યાં સુધી ભવો કરવા પડે ત્યાં સુધી ઉત્તમ રાજ્યઋદ્ધિ સહિત
ના મનુષ્ય જન્મ અને દેવતાઈ દિવ્ય સમૃદ્ધિ સહિતના દિવ્યભોગોને અપાવે છે અને અંતે જીવ * મુક્તિવર્ધને પામે છે. અહિં પણ કુંભકારે એક વખત માત્ર જલપૂજાની અનુમોદના કરી પણ જીનફામાં રાજ્ય સુખ પામ્યો.
(નાણ નમો પદ સાતમે - એ દેશી) જે જે જળપૂજા થકી, સોમસિરી તે નાર મહારાજ; આયું પૂરું ભોગવી, કુંભપુરે અવતાર મહારાજ. જો૦ ૧ રાણી શ્રીધર રાયની, શ્રીદેવી છે જેહ; મ. તેહની કૂખે ઉપની, કાળ કરીને તેહ. મ. જો૦ ૨