Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ પરંતુ હે સોમશ્રી બહેન ! તારો આ જન્મ સફળ થયો છે. કેમકે તેં જિનમંદિરે પાણીનો 6 ની ઘડો ધરાવ્યો, તેથી મનુષ્ય જન્મમાં લેવા જેવો ઉત્તમ લાભ તે મેળવ્યો છે અને તે દ્વારા તેં | મોક્ષસુખનું બીજ રોપ્યું છે (વાવ્યું છે) અને હવે તેં દુર્ગતિનું (અશુભ, ખરાબ) દુઃખ દૂર દ કરી નાંખ્યું છે અર્થાત્ હવે કદાચ તારે જન્મ લેવા પડશે તો પણ ખરાબ ગતિના જન્મ નહિ ન થાય. (૧૦) - એ પ્રમાણે સોમશ્રીએ કરેલી જલપૂજાની કુંભકારે અનુમોદના કરી તે દ્વારા તેણે સારું છે ની પુણ્ય બાંધ્યું. શુભફલ પ્રાપ્ત કર્યું. એ પ્રમાણે પોતે કરેલા અગર બીજાના કરેલા સુકૃતની . 3 (સત્કાર્યો જે જીવ અનુમોદના કરે છે તે ભવ્યજીવ ભવસમુદ્રને જલ્દીથી તરી જાય છે. (૧૧)
વિવેચનઃ ખરેખર જીવનમાં આપણે જો આપણા હાથે સુકૃત ન કરી શકીએ તો પણ બીજાના કરેલા સુકૃતની જો અનુમોદના - પ્રશંસા કરીએ તો પણ શાશ્વત સુખ પ્રાપ્ત થઈ છે દિ શકે છે. જ્ઞાની પુરુષ કહે છે કરવું, કરાવવું અને અનુમોદવું. ત્રણેયના ફળ સરખા પ્રાપ્ત કરે | થાય છે. જો પોતે કરેલા સુકૃતની પણ અનુમોદનાથી અનંત પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો
બીજાએ સુકૃત કર્યું હોય તો તેની પ્રશંસા તો અનંતગણું પુણ્ય કેમ ન બંધાવે ! દા.ત. $ ની શાલીભદ્રના જીવે પૂર્વભવમાં કરેલ ખીરનું સુપાત્રદાન અને સુપાત્રદાન પછી કરેલ તે ન દાનની અઢળક અનુમોદનાએ શાલીભદ્રના ભવમાં રાજભંડારમાં જે સમૃદ્ધિ ન હોય તે , સમૃદ્ધિ એક કહેવાતાં શ્રેષ્ઠિપુત્ર તરીકે શાલિભદ્રને મલી કે રોજની દેવતાઈ ૯૯ પેટીઓ
તેના મહેલમાં ઉતરતી હતી. આ પોતે કરેલાં સુકૃતની અનુમોદના થઈ. હવે બીજાના છે કી સુકૃતની અનુમોદના દ્વારા જેમ ઉલ્લંઠ પુરુષો અને શ્રીપાલ રાજાની નાની પટ્ટરાણીઓ ને છેરાણા અને રાણીની પદવી પામ્યાં. શ્રીકાંતરાજા અને શ્રીમતી રાણીના ભવમાં કરેલી નવપદની
આરાધનાની અનુમોદનાના પ્રભાવે ઉલ્લઠ પુરુષો સાતસો રાણા થયાં અને નાની રાણીઓ એજ
અનુમોદનાના બળે શ્રીપાલ રાજાની જ લઘુ પટ્ટરાણી બની અને નવ ભવ બાદ મોક્ષની સમૃદ્ધિ દે | પામશે ! વળી બલભદ્ર મુનિના તપની અને ખત્રીએ હોરાવેલ આહારથી સુપાત્રદાન પ્રાપ્ત કર્યું છે
તે ખત્રીની મૃગલાનાં જીવે કરેલ અનુમોદનાનાં પ્રભાવે મૃગલો પણ સ્વર્ગનું સુખ પામ્યો. એ જ રીતે કુંભારે સોમશ્રીએ કરેલ જલપૂજાની અનુમોદના દ્વારા શુભફળ પ્રાપ્ત કર્યું.
સોમશ્રીની વાતો સાંભળીને કુંભારે તેના સુકૃતની અનુમોદના કરી અને સોમશ્રીને કહેવા લાગ્યો કે, બહેન ! તારે જે જોઈએ તે ઘડો તું લઈ જા અને તારી સાસુને જઈને વિઆપ. તું મનમાં જરા પણ ચિંતા રાખીશ નહિ. (૧૨)
વળી હે સોમશ્રી ! આજથી તું મારી ધર્મની બહેન છે અને હું તારો ધર્મનો ભાઈ છું. તો હવે . Rી બેન પાસેનું કંકણ હું શા માટે લઉં? એમ કુંભાર આનંદપૂર્વક સોમશ્રીને કહી રહ્યો છે. (૧૩) ને