Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ફળસારકુમારને સિંહરૂપે જોઈને હાથીરૂપે આવેલો દેવ અત્યંત ક્રોધાતુર થયો થકો પોતે પણ સિંહનું રૂપ કરી કુમારને સામે પગલે ચાલવા લાગ્યો. ત્યારે દુર્ગતા નારીનો જીવ જે દેવ છે તે ફળસાર કુમારને સહાય કરતો દેખાયો અને તે દેવની સહાયથી કુમારને અષ્ટાપદના બિહામણાં સ્વરૂપે જોવે છે, તે દેખીને દેવ મનમાં વિચારવા લાગ્યો. (૫)
ZAZALIZZAN
તો પણ ફળસા૨કુમા૨ને ચલિત કરવા તે દેવે ઘણાં જ પ્રયત્નો કર્યા પણ ધીરતા ધારણ ક૨ી ૨હેલ ફળસા૨કુમાર જરા પણ ચલાયમાન થયો નહિ. ત્યારે તે મિષ્યાદૃષ્ટિ દેવ વિચા૨વા લાગ્યો કે, આ કુમાર આ પુરુષ કોઈ દેવ સ્વરૂપી લાગે છે. એમ વિચારીને તે દેવ પ્રગટ થયો અને હર્ષપૂર્વક કુમારને કહેવા લાગ્યો કે હે ફળસાર કુમાર ! ઇંદ્ર મહારાજે પોતાની ઈંદ્રસભામાં તારા સુખ-સમૃદ્ધિ અને રૂપ-ગુણની પ્રશંસા કરી, તેથી હું તારી પરીક્ષા કરવા અહિં આવ્યો છું. ખરેખર જેવા ઈંદ્રે વખાણ કર્યા છે તેવા એટલું જ નહિ, તેનાથી વધારે તું શોભી રહ્યો છે. તેથી મારાં હૈયામાંથી અમર્ષ જતો રહ્યો અને આનંદ વ્યાપી રહ્યો છે. તેથી હે કુમાર ! તારે જે જોઈએ તે તું માંગ. હું તારા પર તુમાન થયો છું, તું જે કહે તે કામ કરી આપું. આ મારું વચન નિષ્ફળ થશે નહિ. (૬)
ઉ૫૨ પ્રમાણેના દેવના વચનો સાંભળી રાજકુમાર કહેવા લાગ્યો કે, હે દેવ ! મને જિનેશ્વરની ફળપૂજાના પુણ્યે કરી ઋદ્ધિ-સમૃદ્ધિમાં કોઈ જાતની ખામી નથી છતાં જો તમે મારા પર મહેર કરો છો, તો આ મારી જે નગરી છે તેને ઇંદ્રપુરી સમાન કરી આપો. એ પ્રમાણેની ફળસા૨કુમારની વાત સાંભળીને તે અમર્ષ ધરીને આવેલા દેવે તે જ સમયે સુવર્ણમય, ગઢ, મઢ, મંદિર, માળિયાથી શોભતી ઠેર ઠેર ઝરૂખા - ગોખલા જાળિયાથી સુરમ્ય, મનોહર ઈંદ્રપુરીથી અધિક દીપતી, જિનાલયો અને મંદિરોથી શોભતી એવી ફળસારકુમારના મનને રૂચે તેવી દિવ્ય નગરી બનાવી દીધી. (૭)
વળી તે નગ૨ી અલંકારથી યુક્ત મનુષ્ય જેમ વધુ શોભે તેમ અલંકારે યુક્ત અતિ સુંદર બનાવી છે તે જોઈને દેવ, મનુષ્યના મન મોહિત થાય છે. ત્યારબાદ તે દેવે ઋદ્ધિ-સમૃદ્ધિથી દીપતી એવી નગરીને અને ચંદ્રલેખાને રૂપ સૌંદર્યથી શોભતી કરી આપી. આમ દેવે ફળસારકુમારની નગરી અને પત્નિ બંને અત્યંત સુશોભિત કરી આપી. હવે નગરી અને ચંદ્રલેખા પત્નિ બંને રૂપથી અને ઋદ્ધિ-સમૃદ્ધિથી અધિક દેદીપ્યમાન કરી મિથ્યાર્દષ્ટિ દેવ પોતાને સ્થાને ગયો અને અત્યંત સુશોભિત નગરીને અને રૂપે કરી રંભા સમાન પોતાની પ્રિયતમાને જોઈને ફળસારકુમાર અત્યંત આનંદ પામ્યો ત્યારબાદ સૂરરાજા પોતાના પુત્ર ફળસાર રાજકુમારને રાજ્ય સોંપી શીલંધર મુનિવર પાસે ભાવથી દીક્ષા ગ્રહણ કરે છે. (૮)
- ૩૩૩ +