________________
SS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | Si
દિન જોગવે સુખ ભોગ યોગે, ઈંદ્ર જાણે અભિનવો અનુક્રમે તેહને પુત્ર ઉત્તામ, ચંદ્રસાર નામે હવો; ચંદ્રલેખા ઉદરે જાણે, માન સરવર હંસલો. નિજ સ્વજન પંકજ વન વિકાસન પૂર્ણચંદ્ર સમુwલો. ૯
અનુક્રમે રે, બાલપણો દૂર ગયો; ચંદ્રસારતે રે, રાજય ધુરા લાયક થયો. તવ તેહને રે, રાજય આપીને ભૂપતિ
શુદ્ધ ભાવે રે, સંયમ લેઈ દંપતિ. દંપતિ શુભ યોગ સાધી, વ્રત આરાધી અનુક્રમે કાળ કરી સુરપણું પામ્યાં, સુરલોકે તે સાતમે જનમાંતરે જિનરાજની જે, કરી પૂજા ફળ તણી તે પુણ્યથી દોય અમર લીલા, અનુભવે સોહામણી. ૧૦
રાયરાણી રે, દુર્ગત દેવ ત્રીજો સહી; એ ત્રણે રે, સાતમે ભવે સંયમ ગ્રહી. આરાધી રે, મુગતે જાણ્યું તે વહી,
સુણ રાજન રે, તેહમાંહી સંદેહ નહીં. સંદેહ નહિ સુણ કેવલી કહે, ફળપૂજા ઉપર તને; દૃષ્ટાંત ઉત્તમ એહ દાખ્યો, સદહિયે સાચે મને,
ઉદયરતન કહે ઉલ્લાસ આણી, એકસઠમી ઢાળમાં, - જિનભક્તિનો મહાલાભ જાણી, થજો તેહની ચાલમાં. ૧૧
ભાવાર્થ : કવિ ઉદયરત્નવિજયજી મહારાજ એકસઠમી ઢાળમાં ચંદ્રલેખાના રૂપનું | વર્ણન કરતાં ફરમાવી રહ્યા છે કે જેમ ચંદ્રની બધી જ કલાઓ મલરહિત - નિર્મળ હોય છે
ની તેમ ચંદ્રલેખા પણ અંતરથી અને બાહ્યથી નિર્મળ છે. જેમ ગગનને વિષે વિજળી શોભે છે 6 તેમ કોઈની ઉપમા ન આપી શકાય એવી નિરૂપમરૂપે વીજળીની જેમ તે શોભી રહી છે. મા વળી જેમ કમરથી સિંહ વખણાય છે તેમ ચંદ્રલેખાનો કમરનો ભાગ એવો છે કે તેની ને
આગળ સિંહની પણ કેડ ઝાંખી પડે છે. એટલે ચંદ્રલેખાની કમરનો ભાગ ખૂબ સુંદર છે ને એવી ચંદ્રલેખા પોતાના પ્રિયતમ ફળસારકુમાર સાથે મનના આનંદથી અનેક પ્રકારનાં , ભોગ-વિલાસ સુખને ભોગવે છે અને ફળસારકુમાર પણ પૂર્વે કરેલ ફળપૂજાના પ્રબલ પુણ્ય કરી .