Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
છતાં પણ તમને જે પાણીનો ઘડો ધરાવ્યો છે તેનાથી જે ફલપ્રાપ્તિ થવાની હોય તે હે પરમાત્મા ! આપની મહેરબાનીથી તે જળઘટના દાનનું ફલ મને આપજો ! (૧૬)
સોમશ્રીને ૫૨માત્મા સન્મુખ જળકુંભ ધરાવતી જોઈને તેની સાથે રહેલી એક સ્ત્રી ઉતાવળી આવી અને સોમશ્રીની સાસુ સોમાને કહેવા લાગી કે તારી પુત્રવધૂએ પાણીનો ઘડો જિનાલયમાં મૂક્યો છે. (૧૭)
એ પ્રમાણેની પાડોશણની વાતો સાંભળીને સોમા અત્યંત ક્રોધે ભરાઈ. તેથી વિકરાલ લાગવા લાગી એટલું જ નહિ પરંતુ જેમ હવાથી અગ્નિ વધુ પ્રદીપ્ત બને તેમ તે સોમા ક્રોધરૂપી અગ્નિની જ્વાલ ફેંકતી ન હોય તેવી જ્વાલામુખી બની. (૧૮)
અતિોષાયમાન થયેલી સોમા જાણે રુષ્ટમાન થયેલી રાક્ષસી ન હોય તેવી અને ક્રોધથી લાલચોળ થયેલી જાણે સાક્ષાત શિકોતરીના રૂપને ધારણ કરેલી એવી સોમા ત્રાટકી અને ગાળોનો વરસાદ વ૨સાવવા લાગી. (૧૯)
કે જે દહેરાસરે તે ઘડો મૂક્યો તે તારા માથે ચોંટી કેમ ન રહ્યો ? એવાં શબ્દો બોલતા સોમાએ ત્યાં નિકાચિત (પશ્ચાત્તાપથી ન છુટે પરંતુ ભોગવે જ છુટકો થાય તેવું) કર્મ બાંધ્યું.(૨૦)
વળી રીંછણની જેમ વિફરેલી તે એવા શબ્દો બોલવા લાગી કે, હવે મારા ઘરમાં પેસવા એ કેવી રીતે આવશે ? (૨૧)
અને હાથમાં લકુટ લઈને ઘરની બહાર આવીને જેટલામાં બેસે છે તેટલામાં દૂરથી આવતી પોતાની પુત્રવધૂ એવી ‘સોમશ્રી’ ને જુવે છે. (૨૨)
અને જેવી વહુ આવે છે એવી ઘરમાં તો તેને પેસવા ન દીધી પણ બહારથી જ તેને અત્યંત તિરસ્કાર કરીને હાથથી ગળુ પકડીને હડસેલી મૂકે છે. (૨૩)
એ પ્રમાણે બાસઠમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે, જગતનીસંસારની વિચિત્રતા જુવો કે સાસુ વહુ પર કેવું વૈર ધારણ કરતી હોય છે. (૨૪)
ઈતિ ૬૨મી ઢાળ સંપૂર્ણ
૩૪૨