________________
STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3ી અને પ્રત્યેક દેશોથી આવેલા મોટા મોટા મહાબલવાન નારપતિઓ ભેગા મળીને કહેવા ન લાગ્યા કે આ રાજકુમાર અને રાજસુતાની જોડી બરાબર મળી છે. રાજકુમાર રાજમરાલ | ૬ (હંસ) અને તેની સાથે ચંદ્રલેખા હંસી બરાબર મલી છે. આ બંને દંપતિમાં કોઈ ભૂલ કાઢી
ની શકે તેમ નથી. (૮) કરી હવે રાજકુમાર ફળસાર અને રાજકુમારી ચંદ્રલેખા એક બીજાના નેત્રમાં નેત્ર મિલાવી
જોવે છે અને તે દ્વારા બંનેના મન પ્રમોદિત થતાં મહાસુખને પામે છે અને તે બંને એવું સુખ પામ્યા છે કે તે સુખ દેવલોકમાં પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. (૯)
ત્યારબાદ સમરકેતુ રાજા સર્વ રાજાઓની સાક્ષીએ મોટા મહોત્સવપૂર્વક ફળસાર કુમારને પોતાની રાજકન્યા ચંદ્રલેખા પરણાવે છે. (૧૦)
એ પ્રમાણે રાજકુમાર ફળસારનો રાજકુમારી ચંદ્રલેખા સાથેનો શુક-યુગલના ભવનો સંબંધ તથા દુર્ગતા નારીનો જીવ જે દેવ થયો છે તે આવીને ફળસારને પૂર્વભવ જણાવે છે.
ચંદ્રલેખાનો સંબંધ શુક-યુગલના ચિત્રપટ્ટ દ્વારા કરાવે છે. ચંદ્રલેખા, ફળસાર પર મોહિત ન થાય છે વિગેરે સુંદર સંબંધવાળી સાઠમી (૬૦) મી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે .
સુંદર શૈલીમાં કહી છે અને ભવ્યજનોને પ્રતિબોધ આપતાં કહે છે કે, હે ભવ્યજનો ! દશ ની દ્રષ્ટાંતે દુર્લભ એવો માનવજન્મ મહાપુન્યના ઉદય પામ્યા છો, તો હવે પરમાત્માની પ્રફુલ્લિત મને પૂજા ભક્તિ કરો. જેથી શાશ્વત સુખના ભોક્તા બનો. (૧૧)
ઈતિ ૬૦મી ઢાળ સંપૂર્ણ