Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sિ
. . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. ER તો પાંચ ઈન્દ્રિય રૂપી ઘોડા જેણે છૂટા મૂક્યાં છે તેનાં પર લગામ રાખી નથી તેનું શું થાય ? કે દર દા.ત. હાથણીના સ્પર્શ સુખને મેળવવાના લોભમાં હાથી ઊંડી ખાઈ જોઈ શકતો નથી અને S પડી જતાં હાડકાં ભાંગે છે અને મહાવતુને આધીન થવું પડે છે. જીભથી સ્વાદ લેવામાં
આસક્ત માછલી માંસના લોચાને જુવે છે, પણ ઘંટીનું પડ ન જોઈ શકવાથી ચગદાઈને જ આ મૃત્યુ પામે છે. નાકથી સુંઘવાનાં પાપે ભ્રમરો પુષ્પ પર બેસે છે અને તેની મકરંદથી ખુશ છે { થાય છે પણ જ્યાં પુષ્પ ખીલેલું બીડાય છે. ભ્રમરો અંદર ને અંદર રીબાય છે. કોઈ ચતુષ્પદ મ
પ્રાણી પુષ્પ ખાવા જાય છે અને ભ્રમરો મટે છે. સુંદર રૂપ, રંગ જોવામાં આસક્ત પતંગીયુ દીવાની જ્યોતમાં ઝંપલાવે છે અને તેના તાપથી મૃત્યુને શરણ બને છે. કાનથી સાંભળવાના છે | પાપે હરણાઓ શિકારીઓના સંગીત સાંભળવામાં મસ્ત બને છે અને શિકારી બાણથી 6 વિંધી નાંખે છે. આમ એક એક ઈન્દ્રિયના વિષય-સુખો મારનારા છે તો પાંચ ઈન્દ્રિયના પાંચ વિષય સુખો આપણને ક્યાં લઈ જશે? પ્રસંગોપાત પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયો અને તેનું ફળ સ્વરૂપ જણાવ્યું છે. હવે અહિં ફળસારકુમાર પણ પંચવિષય સુખ ભોગવવામાં , પોતાનો સમય પસાર કરે છે. જે આત્મા વિષય સુખોમાં આસક્ત બને છે તે પરભવમાં દુઃખોને પામે છે પરંતુ ભવ્યજીવો જે ટૂંક સમયમાં મોક્ષગામી હોય છે તે આત્મા વિષય સુખો ભોગવે પણ અલિપ્તપણે પોતાના ભોગાવલી કર્મ ખપાવવા માટે ભોગવતાં હોય છે. દર હવે ફળસાર કુમાર પણ આગળ કેવી રીતે શું શું પ્રાપ્ત કરે છે તે જોઈએ - (રાગ : મલ્હાર દે શી એકવીસાની - જિન જમ્યાજી - એ દેશી)
ચંદ્રલેખા રે, ચંદ્રકલાશી નિર્મળી; નિરૂપમ રે, રૂપે ઓપે જેમ વીજળી. કટિલકે રે, સિંહ હરાવ્યો જેણે વળી;
સુખ વિલસે રે, ચઢતે પ્રેમે મનરળી. મનરળી પ્રીતમ સંગે નવ નવ, ભોગ રંગે ભોગવે, ફળસાર ફળપૂજા ફળે હવે, વિવિધ લીલા જેગવે. મનમાંહી જે જે ચિંતવે તે, મનોરથ વેગે ફળે; સુખ લહેરમાંહી રહે લીનો, અતુલ પુણ્ય તણે બલે. ૧
ઈણ અવસરે રે, સુરલોકે સુરપતિ મુદા; ફલાસારની રે, પ્રશંસા કરે એ કદા, પરિષદમાં રે, ઈંદ્ર પરંપે ફરી ફરી; પૂરવભવે રે, ફળની પૂજા તેણે કરી.