Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
S
TD
5 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATIS SSAS ઢાળ એકસઠમી
|| દોહા | વિવિધ અલંકારો કરી, સનમાન્યા સવિ રાય; શીખ લહીને તે હવે, નિજ નિજ દેશે જાય. ૧ દીધો વરને દાયજો, હીરા નવસર હાર; મણિ માણેક મોતી ઘણાં, તેજી વળી તુખાર. ૨ શીખ માંગી સસરા કને, શ્રી ફળસાર કુમાર; ચાલ્યો નિજ જનપદ ભણી, સાથે લેઈ નિજ નાર. ૩ વોળાવી સહુ કો વળ્યા, લગ્યા નિસાણે ઘાવ; અસવારી અળવે કરી, ધરી પેગડે પાવ. ૪ પહોતો અનુક્રમે નિજપુરે, કુમર તે મનને ક્રોડ;
પંચ વિષયસુખ ભોગવે, પુણ્ય પામી જોડ. ૫ ભાવાર્થ : ફળસારકુમાર અને ચંદ્રલેખાના લગ્ન થયાં બાદ સમરકેતુ રાજાએ સર્વ | મહિપતિઓનું અનેક પ્રકારના અલંકારો (દાગીના) થી સત્કાર, સન્માન કરે છે અને સર્વે નરપતિઓ પણ સમરકેતુ રાજાની શીખ લઈને પોત-પોતાના દેશ ગયા. (૧)
તેમજ હવે સમરકેતુ રાજા પોતાના જમાઈ એવા ફળસારકુમારને ઘણાં પ્રકારના હીરા, માણેક, મોતી તેમજ નવસેરા હાર, હાથી, ઘોડા, રથ, પાયદલ, તુખાલ આદિ અનેક પ્રકારનો દાયજો આપે છે. (૨)
- હવે ફળસારકુમાર પણ પોતાના સસરા પાસે હિતશિક્ષા તથા જવાની રજા રૂપ શીખ ની માંગે છે અને સસરા તરફથી શીખ મેળવ્યું છત ફળસાર કુમાર પણ પોતાની પત્નિ ચંદ્રલેખા
તથા રાજ્ય પરિવારને લઈને પોતાની નગરી તરફ પ્રયાણ કરે છે. (૩) - હવે ફળસાર કુમારને રાજપુરીનગરીની હદ સુધી વળાવીને સમરકેતુરાજા સહિત સર્વે છે નગરજનો પોતાના નગર તરફ પાછા વળ્યાં અને ફળસારકુમાર અશ્વનાં પેગડે પગ મૂકી
| અશ્વ પર અસવારી કરે છે, તે વખતે નિશાન ડંકો વાગે છતે ફળસારકુમારે પોતાની નગરી Sી તરફ પ્રયાણ આદર્યું. (૪)