Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ETS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
- 3 સી છૂટકારો મેળવવો છે તો ધર્મના શરણે ચાલ્યા જાવ. પ્રસ્તુત ઢાળમાં શ્રી વિજયચંદ્ર કેવલી | હરિચંદ્ર રાજાને ફરમાવી રહ્યા છે શ્રી જિનધર્મ એજ સાચુ શરણ છે. તેજ રીતે હળધર રાજાનો જીવ જે દેવલોકની દિવ્ય ઋદ્ધિને પામ્યો છે તે કુસુમરાજાને પ્રતિબોધ આપી રહ્યા છે
કે, સાચુ શરણ શ્રી જિનધર્મ અને સ્વજન સાચા છે કે જે દુર્ગતિ પડતાં જીવને અટકાવવા ત્રિી પ્રતિદિન પ્રતિબોધ આપે છે. E એ પ્રમાણેની દેવની વાણી સાંભળીને કુસુમરાજા કહી રહ્યા છે કે, તમે મારા પર | મહાન ઉપકાર કર્યો છે. પૂર્વભવમાં પિતાના સ્નેહ સંબંધમાં આપના સાનિધ્યમાં રહી ઉત્તમ
આરાધના કરી અને તેથી કરીને આપ દેવાત્મા પણ મને હંમેશ ઉપદેશ આપવા પધારો છો તેથી હવે મારો આ જન્મ સફળતાને પ્રાપ્ત કરી શક્યો છે. (૯)
એ પ્રમાણેની પોતાના પુત્રરાજા કહેવાતા કુસુમરાજાની વાત સાંભળીને દેવે પોતાની | દિવ્યવાણીમાં પ્રતિબોધ આપતા કહ્યું કે, હે રાજન્ ! આજથી વિતરાગધર્મને વિષે હંમેશા
ઉદ્યમવંત બનજો. એ પ્રમાણે કહીને પુત્રને પ્રતિબોધ આપીને તે દેવ સુરલોકે ગયો. (૧૦)
- ત્યારબાદ હાલિક એવો હળધર રાજા દેવ અને મનુષ્યના દિવ્ય ભોગોને ભોગવી શ્રી $ કને પરમાત્માની પૂજાના પુણ્યપ્રભાવે હે હરિચંદ્ર રાજનું તે સાતમે ભવે શાશ્વત એવા સુખને આ પામ્યો. (૧૧)
એવું જાણીને હે ભવ્યજનો ! તમે મનના ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક જિનેશ્વર બી પરમાત્માની નૈવેદ્યપૂજા કરવા ઉદ્યમવંત બનો. (૧૨)
ઉપસર્ગોને ક્ષય કરનારી વિઘરૂપી વેલડીયોને છેદનારી, મનને હંમેશા પ્રસન્નતામય ! | રાખનારી એવી પરમાત્માની પૂજા મોટા ભાગ્ય યોગે પ્રાપ્ત થઈ છે તો આળસ – પ્રમાદને દર ની ખંખેરી પૂજકને પણ પૂજ્ય બનાવનારી એવી ત્રિલોકના નાથની ત્રિવિધ યોગે વિધિવત્ : ને પૂજા કરો એ પ્રમાણે કવિ ઉદયરત્નજી મહારાજ રસદાયક એવી પંચાવનમી ઢાળમાં ફરમાવી રહ્યા છે. (૧૩)
ઈતિ શ્રી પંચાવનમી ઢાળ સમાપ્ત