Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
હે કુસુમરાજા ! સાંભળ. ક્ષેમપુરીનગ૨ીને વિષે હળધર નામે જે રાજા હતો તે તારો પિતા હતો. તે હું પોતે પરમાત્માની નૈવેદ્યપૂજા કરવાના પ્રબળ પુણ્યયોગે દેવલોકને વિષે પ્રખ્યાત એવો દેવ થયો છું. (૬)
પૂર્વભવના પુત્રના સ્નેહબંધના કારણે એટલે કે તારા પ્રત્યેના પૂર્વભવના પ્રેમના કા૨ણે આળસ પ્રમાદમાં રખે તારી દુર્ગતિ ન થઈ જાય, તેથી દુર્ગતિનું નિવારણ કરવા તને હંમેશાં હું પ્રતિબોધ કરવા આવું છું. હવે આજથી પ્રતિદિન પ૨માત્મકથિત જૈનધર્મને વિષે આદર કરજે, ઉદ્યમ કરજે. (૭)
કારણ કે જ્ઞાની પુરુષો ફ૨માવી રહ્યા છે કે, જો સાચું સગપણ કોઈનું હોય તો શ્રી જિનધર્મ એ જ સાચુ સગપણ છે. એજ સાચુ શરણ છે. કહેવાતા આપણા માતા-પિતા, ભાઈ બહેન પત્નિ પેઢી પરિવાર આ બધું જ સ્વાર્થનું સગપણ છે. જો તેઓની પાસેથી કંઈ કામ આપણું સરે તેમ છે તો તે તમારા દૂરનાં સગાં પણ નજીકનાં સગા બની જાય છે અને જો તેમની પાસેથી કશું કામ આપણું થતું નથી તો કહેવાતા સગા બાપ દીકરા પણ કોર્ટે ચઢે છે. એકબીજાનું ખૂન પણ અવસરે કરતા હોય છે. આવા કહેવાતા સ્વાર્થમય સંસારમાં સાચુ સગપણ શ્રીજિનધર્મનું છે કે જે ધર્મની સાધના દ્વારા આત્મા ભવસમુદ્રને પાર પામી શકે છે. વળી સાચા સગાં સ્વજન તે કહેવાય કે જે આપણો કલ્યાણમિત્ર બનીને દુર્ગતિમાં ડૂબતા એવા આપણને અટકાવી ઉગારી લેવા હંમેશા સદ્બોધ આપે અને દુર્ગતિથી બચાવી લે. (૮)
વિવેચન : સંસાર કેવો સ્વાર્થમય છે. તેની પ્રતિતી આ વિશ્વમાં આપણને ડગલે - પગલે થતી હોય છે. બાળક જ્યારે નાનો હોય છે ત્યારે તેને ‘મા’ ની ગરજ હોય છે. પણ જ્યાં યુવાનીનાં જો૨માં આવે છે. ૨મણી સુખે રાચતો થાય છે ત્યારે ‘મા’ને હવે તને કેમ છે એટલું પણ પૂછવાની ફુરસદ નથી. ‘મા’ એ નાનપણથી મને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો છે તે ઉ૫કા૨ પણ યાદ આવતો નથી. તેનું ઋણ ચૂકવવાની ઈચ્છા તો જવા દો. ઉપરથી તે દીકરા-દીકરી કહેવાતા પોતાના સગા ‘મા-બાપ'ને ઘરડાઘરમાં ગોઠવવાની ઈચ્છા કરતા હોય છે. તેમજ કોઈક વખત કહેવાતા સગા ‘મા-બાપ' પોતાનાં નબળાં બાળકોને સાચવી શકતા નથી ને આશ્રમમાં મૂકી દેતાં હોય છે. જો પોતાનો દીકરો કમાઈ કરીને ‘મા-બાપ’ને આપે તો તે દીકરાને સાચવતા હોય છે. નહિ તો સગો દીકરો પણ ભારરૂપે લાગતાં તેને રખડતો મૂકી દેતાં હોય છે. ખરેખર સંસારમાં પુત્ર-પત્નિ-પૈસો - પરિવાર – પેઢી આ બધું જ સ્વાર્થનું સગપણ છે. જ્યારે પરમાત્મકથિત ધર્મ તે સાચુ સગપણ છે, તે કોઈની સાથે સ્વાર્થતા દાખવતો નથી તેને જે પણ આરાધે છે તેને ધર્મ આ ભવ પણ સુધારી આપે છે અને આવતો ભવ પણ સુધારી આપે છે. માટે હે શ્રોતાજનો ! આ સ્વાર્થમય સંસારથી જો
૩૦૦