Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Etta ... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
# # કિ ઉપર પ્રમાણેના અવનિપતિના વચન સાંભળીને રનારાણી કહેવા લાગી કે હે રાજેશ્વર ! દી આપની કૃપાથી, આપની મહેરબાનીથી રાજ્ય પરિવારે કે કોઈપણ નગરજનોએ મારા | વચનનો ભંગ કર્યો નથી. પરંતુ સહુકોઈ મારી વાતમાં જી. જી. હાજી. હા. કરે છે. (૯)
પરંતુ તે સ્વામીનું ! મારી વાત સાંભળો. ગર્ભના પ્રભાવે મને એક દોહલો ઉત્પન્ન થયો ના છે તે એવા પ્રકારનો છે કે અત્યારે મને આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ છે અને અત્યારનો | સમય એવો છે કે આ સમયે આમ્રફળ ક્યાંથી પ્રાપ્ત થાય? આમ્રફળ તો તેના સમયે જ ની પરિપક્વ થાય ! માટે હે રાજન્ ! મને તેનું અત્યંત દુઃખ છે. (૧૦)
ચોવીસે કલાક પ્રત્યેક શ્વાસોશ્વાસે તે દોહલો મને યાદ આવ્યા કરે છે અને તે દોહલો નું પૂર્ણ કરવા અત્યારે કોઈ જ સમર્થ નથી માટે હે રાજન્ ! આપ જ કહો કે તે દુઃખ કેવી રીતે ન દૂર થાય ! (૧૧)
એ પ્રમાણેના પોતાની પ્રિયતમાના મુખના વચનો સાંભળીને નરપતિ અત્યંત ચિંતારૂપી ઉના દરિયામાં પડ્યો અને દુઃખી થતો વિચાર કરવા લાગ્યો કે – (૧૨)
જગતમાં સહુ કોઈ જાણે છે કે, આમ્રફળને યોગ્ય ઋતુ આવ્યા વિના આમ્રફળ ક્યાંથી પ્રાપ્ત થાય ? વળી અત્યારે આમ્રફળને યોગ્ય એવો સમય પણ પ્રાપ્ત થયો નથી, તો આવા દૂર અકાલ સમયે આમ્રફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એમ રાજા ચિત્તમાં વિચાર કરી રહ્યો છે. (૧૩)
વળી રત્નારાણીનો દોહદ પણ દુષ્કર છે. કઠિન છે. હવે કેવી રીતે પૂરી શકાશે ? અને જો દોહદ પૂર્ણ નહિ થાય તો રાણી મરણને શરણ થશે. તેનું શું ? એમ વારંવાર રાજા 4 વિચાર કરે છે અને રાણીની સાથે પોતે પણ ચિંતા કરે છે. (૧૪) કરી હવે હજુ સુધી રાણીનો દોહદ પૂર્ણ થયો નથી. થવાની કોઈ શક્યતા પણ દેખાતી નથી.
તેથી મૃતપ્રાયઃ થયેલી રાણીને જોઈને રાજા શોકાતુર થયો ! અને આમ્રફળ પ્રાપ્ત કરવાનો મિ હજુ કોઈ ઉપાય જડ્યો નથી, તેથી રાજા વધુ ચિંતારૂપી કૂવામાં પડ્યો છે. (૧૫)
- હવે રાણીના પુણ્ય પ્રભાવે તેનું દોહદનું દુઃખ કેવી રીતે નષ્ટ થાય છે, તે જોવો. એમ કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ઉલ્લાપૂર્વક સત્તાવનમી ઢાળમાં કહી રહ્યા છે. (૧૬) |
ઈતિ પ૭મી ઢાળ સંપૂર્ણ