Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
3 ઢાળ ઓગણસાઈઠમી
દોહા સોરઠી છે રૂપે રાજકુમાર, ઈંદ્રકુમાર સમ ઓપતો; અનંગતણો અવતાર, અવનીતલે જાણે અવતર્યો. ૧ ચૌવન પામ્યો જામ, સોભાગી ફળસાર તે; ગિરૂઓ તે ગુણધામ, સકલ કલાએ શોભતો. ૨ દિનકર જેમ દીપંત, કોમળ તનુ કાંતે કરી; યુવતી જન મોહંત, દરિસન દેખી તેહનું. ૩ દુર્ગતા નારી દેવ, અમર તે આવી ઈણ સમે;
નિશામાંહી નિત્યમેવ, કહે ફળસાર કુમારને. ૪ ભાવાર્થ હવે દિન પ્રતિદિન બીજના ચંદ્રની જેમ વધતો તે ફળસારકુમાર રૂપથી જાણે ઈદ્રકુમાર જેવો શોભી રહ્યો છે. વળી જાણે કામદેવનો અવતાર આ પૃથ્વીતલ પર જન્મ | પામ્યો ન હોય તેવો તે રાજકુમાર શોભી રહ્યો છે. (૧)
અનુક્રમે વધતો સૌભાગ્યવંત ફળસારકુમાર સર્વ કલાથી શોભતો, ગિરૂઓ ગુણભંડારી દો એવો તે યૌવનના પ્રાંગણે આવીને ઉભો છે. (૨) 6. ત્યારે સૂર્યસમ દીપતો, કોમળ છે શરીર જેનું, દિવ્ય છે શરીરની કાંતિ જેની, દેદીપ્યમાન ની ફળસાર રાજકુમારનું દર્શન પણ એવું છે કે જેને જોવા માત્રથી યુવતીઓ (સ્ત્રીઓ)ના મન પર મોહિત થાય છે. એવો ફળસાર રાજકુમાર સુખે સમય વિતાવી રહ્યો છે. (૩)
તેવામાં દુર્ગતા નારીનો જીવ જે દેવલોકે દેવ થયેલ છે તે દેવ હંમેશા રાત્રી સમયે સી આવીને ફળસારકુમારને કહે છે. શું કહે છે? ચાલો આગળ ઢાળ દ્વારા જાણીએ. (૪)
. (રાજગૃહી નગરીનો વાસી - એ દેશી) પ્રેમનો બાંધ્યો પાછલી રાતે, અમર તે આવી ઈમ ભાખે હો;
સુણ તું મિત્ર સણા, ફળસાર સોભાગી. જન્માંતરની વાત જે તાહરી, તે તુજને કહું ઉલ્લાસે હો. સુણ૦ ૧ પહેલે ભવ કંચનપુરી ઠામે, શુકપણે સહકારે હો. સુણ૦ અરજિન પ્રાસાદને આગે, તું રહેતો અબડાળે હો. સુણ૦ ૨
કે
જે