Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
|
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | રત્નારાણી પણ સહકારના મીઠાં આમ્રફળને આસ્વાદીને (ખાઈને) પરમ સંતોષ અનુભવે | કરી છે અને ગર્ભને યોગ્ય જે દોષો કહેલાં છે તે દોષોનું નિવારણ કરતી તે અબાધા રહિતપણે
| એટલે કે સુખપૂર્વક પોતાના દિવસો વ્યતીત કરે છે. (૭) * ગર્ભકાળ પૂર્ણ થયે છતે રત્નારાણી દેવકુમર સમાન, સુંદર, સૂર્યની જેમ દીપતો અને કોમલ | અંગથી યુક્ત, મચકુંદના પુષ્પ સમાન વર્ણ છે જેનો, એવા પુત્ર રત્નને જન્મ આપે છે. (૮)
પુત્રજન્મની વધામણી સાંભળી આનંદિત, રોમાંચિત થયેલા મહારાજા પુત્રજન્મની ની ખુશાલીમાં મોટો મહોત્સવ મંડાવે છે અને જિનભવનને વિષે મહાપૂજા રચાવે છે. (૯)
અને સ્વજન કુટુંબને તથા નગરલોકને આમંત્રણ આપી સત્કાર કરવાપૂર્વક જમાડે છે છે અને આનંદપૂર્વક કોઠારો ખુલ્લા મૂકી (ભંડારો) દુઃખીજનોને દાન આપવા દ્વારા તેઓનું | દુઃખ દૂર કરે છે. (૧૦)
વળી કંકુના હાથા ભીંતને વિષે દેવડાવે છે અને અવનીપતિ આનંદપૂર્વક પ્રત્યેક ઘરે તોરણો બંધાવે છે અને પુત્રજન્મની ખુશાલીમાં આખુંય નગર આનંદના હિલોળે ચડ્યું છે. (૧૧)
તેમજ માંગલિક વાજિંત્રો વગડાવે છતે ગોરડીઓ ધવલ-મંગલ ગીતો ગાય છે. પ્રત્યેક 3 ઘરે આનંદના વધામણા આપે છે અને પગલે પગલે સુંદર નૃત્યો કરાવે છે. (૧૨)
વળી શુભયોગ, શુભનક્ષત્ર, શુભ લગ્ન અને શુભ દિવસ પ્રાપ્ત થયે છતે સૂર અવનીપતિ એ રાજકુમારનું ફળસાર' એવું સુંદર નામ સ્થાપન કર્યું. (૧૩)
એ પ્રમાણે “પુત્રજન્મ” પુત્રનું નામ સ્થાપન વિગેરેના વર્ણનવાળી સુંદર મનોહર ને અઠ્ઠાવનમી ઢાળ પૂર્ણ થઈ. કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે હવે આગળનો
રસપ્રદ અધિકાર ધ્યાન દઈને સાંભળો. (૧૪)
ઈતિ ૫૮મી ઢાળ સંપૂર્ણ.