Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
ETT TT TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
શુભ યોગે શુભ નક્ષત્રે, વળી શુભ લગને શુભ દિન; ફળસાર નામ તે કુમારનું, સુપરે ધરિયું શુભ મન્ન. ફળ૦ ૧૩ અઠ્ઠાવનમી સુંદર, એ ઢાળ કહી મનોહાર; ઉદયરત્ન કહે સાંભળો, એહનો આવો અધિકાર. ફળ૦ ૧૪
ભાવાર્થ હવે સાર્થવાહને સ્વરૂપે આવેલ તે દેવ જાણે રાજા-રાણીને શોકરૂપી દરિયાથી ને ઉગારવા ન આવ્યો હોય? તેમ નૌકા સમાન કરંડીયો તૈયાર કરી તેમાં આમ્રફળ ભર્યા અને Kી હવે રત્નાદેવીની ઈચ્છા પૂર્ણ કરવા તે દેવ સુરરાજા પાસે આવે છે. ખરેખર પરમાત્માની ક, ભાવથી કરેલી પૂજા મહા ફળદાયક બને છે. જુવો પૂર્વભવમાં એક વખત કરેલી ફળપૂજાએ
દુર્ગતા નારીના જીવન અને પોપટનાં જીવને કેવું સુંદર ફળ પ્રાપ્ત કરાવ્યું. એકને દેવ બનાવે છે, તો એકને રાજકુમાર ! વાચકો, આવા આવા ફળદાયક અષ્ટપ્રકારી પૂજાના રહસ્યને જણાવનારા દ્રષ્ટાંતો વાં, સાંભળ્યા બાદ જિનપૂજા કરવામાં પ્રમાદ કરશો નહિ. (૧) .
હવે તે સાર્થપતિએ સહકારના ફળનો કરંડીયો સૂર અવનીપતિના ચરણે ધર્યો અને મેં - અખંડ અનોપમ મનમોહક ફળને જોઈને રાજા મનમાં અત્યંત હર્ષ પામ્યો. (૨)
વિણકાલે સહકારના સુંદર ફળોને અવલોકીને સૂર મહારાજા સાર્થવાહને પૂછવા લાગ્યા [ કે, હે સાથર્વવાહ! આમ્રફળને યોગ્ય ઋતુનો સંભવ નથી યાને તેવો યોગ્યકાલ પ્રાપ્ત નથી મિ છતાં તમે આજે સહકારના આવા સુંદર ફળો ક્યાંથી મેળવ્યા ? તે કૃપા કરીને કહો. (૩) કે.
ઉપર પ્રમાણેના સૂર નરપતિના વચનો સાંભળી સાર્થવાહ કહેવા લાગ્યો કે, હે રાજનું! ધ્યાન દઈને સાંભળો. આપના મહારાણી રત્નાદેવીની કુક્ષીને વિષે જે જીવ પુત્રપણે ગર્ભમાં આવ્યો છે તેનાં પુણ્યપ્રતાપે હું આ આમ્રફળ પામી શક્યો છું અને મહારાણી રત્નાદેવીની નિ ઈચ્છા પૂરવા હું ફળો આપવા આવ્યો છું. એ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થયો. (૪)
ત્યારબાદ સૂર મહારાજા હર્ષિત થયા થકા મનથી વિચારવા લાગ્યા કે, નક્કી આ દેવ દિ | ગર્ભપણે રહેલા મારા પુત્રનો પૂર્વભવનો કોઈ સંબંધી હોય તેમ લાગે છે? અન્યથા અકાળે * આમ્રફળ ગ્રહણ કરી સાર્થવાહ ક્યાંથી આવે? અને જો તે સાર્થવાહ જ હોય તો મને સંપૂર્ણ રા પણે વાત કર્યા વિના અદ્રશ્ય કેમ થાય? માટે આ દેવ છે ? અને પૂર્વજન્મનો મારા પુત્રનો | સંબંધી લાગે છે. (૫)
આ પ્રમાણેનું દૃશ્ય જોઈ સૂર મહારાજાને અત્યંત હર્ષ થાય છે. હૃદયમાં હર્ષ સમાતો કરી નથી એવા સૂર મહિપતિએ દેવે આપેલા આમ્રફળ વડે પ્રેમપૂર્વક રત્નારાણીનો દોહદ પૂર્ણ કર | કર્યો. (૬)