Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
દુર્ગતા પણ આમ્રફળ ગ્રહણ કરી આનંદિત થઈ થકી જિનાલયે ગઈ અને રોમાંચીત થઈ થકી ૫૨માત્મા સન્મુખ આમ્રફળ ધરાવી સ્નેહપૂર્વક પરમાત્માના ચરણ-કમલમાં વંદન કરવા લાગી. (૧૮)
ત્યારબાદ તે શુક-યુગલ પણ ચંચુપટમાં આમ્રફળ ગ્રહણ કરી દહેરાસરમાં ગયું અને પરમાત્મા સન્મુખ શુભભાવના ભાવતા તે સહકારના (આમ્ર) ઉત્તમ ફળો પ૨માત્મા સન્મુખ ધરાવે છે. (૧૯)
આમ્રફળ પરમાત્મા સન્મુખ ધરાવ્યા બાદ પોપટ અને પોપટી મસ્તક નમાવી આનંદપૂર્વક પરમાત્માને પ્રીતિથી કહે છે કે, હે દેવાધિદેવ ! આપના અનંતા ગુણ છે તે મહાત્મ્ય અમે સમજી શક્યા નહીં. (૨૦)
તે અમને હવે જાણવા મળ્યું તેથી આપને ઉત્તમફળ ચઢાવવા દ્વારા જે મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ અમને આપજો એ પ્રમાણે મસ્તક નમાવીને પ્રભુ સન્મુખ શુક-યુગલ શુભ ભાવના ભાવે છે. (૨૧)
એ પ્રમાણે કાફી રાગમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ છપ્પનમી ઢાળમાં કહી રહ્યા છે, હે શ્રોતાજનો ! હવે ફળદાયક ફળપૂજાની રસપ્રદ વાતો આગળ સાવધાન થઈને સાંભળો ! (૨૨)
ઈતિ ૫૬મી ઢાળ સમાપ્ત
૩૦૯
SZNZAZZ