Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) . .
આ પ્રમાણે ભાવના ભાવતી અને પોતાના કર્મને દોષ દેતી જેટલામાં જિનમંદિર આગળ ઉભી રહી છે તેટલામાં જિનમંદિરની આગળ સામે રહેલા એક આમ્રવૃક્ષની ડાળ પર પર તેની દૃષ્ટિ પડી અને તે ડાળ પર રહેલા શુક-યુગલને તે દુર્ગતાએ જોયું. (૯)
તે સમયે તે શુક-યુગલ (પોપટ) આમ્રફળ ઉલ્લાસપૂર્વક આરોગી રહ્યું હતું તે દુર્ગતાએ | જોયું અને તે શુક-યુગલ પાસે એક આમ્રફળની માંગણી કરવા લાગી. (૧૦) | દુર્ગાની આમ્રફળની માંગણીની વાત સાંભળીને પોપટ દુર્ગતાને પૂછવા લાગ્યો કે, હે મન | બેન ! તું આ આમ્રફળ શા માટે માંગે છે? ત્યારે તે વાત સાંભળીને દુર્ગતા કહેવા લાગી * કે, તે પોપટ ! હું આ ઉત્તમ ફળ પ્રાપ્ત કરીને હવે પરમાત્માની ફળપૂજા કરીશ. એટલે તે ની ફળ પરમાત્માને ધરાવીશ. (૧૧) | દુર્ગતાની વાત સાંભળીને પોપટ તેણીને પૂછવા લાગ્યો કે, હે બેન ! પ્રભુને ફળ .
ધરાવવા દ્વારા શું પુણ્ય બંધાય ? તે સાંભળીને દુર્ગતા કહેવા લાગી કે, જિનેશ્વર આગળ ઉકે ન ઉત્તમ ફળ ચઢાવવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. (૧૨)
વળી પણ કહેવા લાગી કે પરમાત્માની ફળપૂજા કરનાર જીવ પરભવે ઈદ્રની ઋદ્ધિઅને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે યા દેવ તરીકેનાં દિવ્યસુખ પામે છે. વળી જન્માંતરમાં પણ સદ્ગતિને પામે છે અને તે જીવના મનોરથ પરિપૂર્ણ થાય છે અને અંતે અક્ષય સુખને પામે છે. (૧૩)
વિવેચન : કવિ ઉદયરત્નજી મહારાજ પોતાની કવિત્વ શક્તિ દ્વારા પ્રભુભક્તિનું મહત્વ બતાવતાં સક્ઝાયમાં ફરમાવે છે કે ,
જેને જિનવરનો નહિ જાપ રે, તેનું પાસુ ન મેલે પાપ રે, જેને જિનવરનું નહિ રંગ રે, તેનો કદીય ન કીજે સંગ રે. ૧ જેને વીતરાગનો નહિ રાગ રે, તે ન લહે મુક્તિનો તાગ રે, જેને ભગવંત શું નહિ ભાવ રે, તેની કોણ સાંભળશે રાવ રે. ૨ જેને પ્રતિમા શું નહિ પ્રેમ રે, તેનું મુખડું જોઈએ કેમ રે, જેને પ્રતિમા શું નહિ પ્રીત રે, તે પામે નહિ સમકિત રે. ૩ જેને પ્રતિમા શું છે વૈર રે, તેની કહો શી થાશે પૈર રે, જેને પ્રતિમા શું નહિ પૂજ્ય રે, આગમ બોલે તે અપૂજ્ય રે. ૪ પૂજા છે મુક્તિનો પંથ રે, નિત્ય નિત્ય ભાખે ઈમ ભગવંત રે, જે નર પૂજે પ્રભુના બિંબ રે, તે લહે પદ અવિચલ અવિલંબ રે. ૫