Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ખરેખર પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
આ અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય શ્રી વિજયચંદ્ર કેવલી ભગવંત શ્રી હરિચંદ્ર રાજાની આગળ વર્ણવી રહ્યા છે કે, હે રાજન્ ! હર્ષપૂર્વક સાંભળ કે જે જીવાત્મા પરમાત્માના ચરણ-કમલની પૂજ્ય ભાવે પૂજા કરે છે તે જીવ વહેલી તકે મોક્ષ સુખને નિશ્ચે પ્રાપ્ત કરે છે. (૧)
વળી જે જીવ સંપૂર્ણપણે હામ-દામથી યુક્ત ૫૨માત્માની અત્યંત ભક્તિથી પૂજા કરે છે અને હંમેશા જે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરે છે, સ્મરણ કરે છે તે શિવ૨મણીને પોતાને હસ્તગત કરે છે. યાને શિવપટ્ટરાણીને વરે છે. (૨)
વળી જે જિનેશ્વરની હંમેશા ભક્તિથી અને હૃદયના ઉમંગથી પૂજા કરે છે તે જીવાત્મા પૂજાના પ્રકૃષ્ટ પુન્યથી દુર્ગતિને એટલે કે નરકાદિ અશુભ ગતિઓનો નાશ કરે છે અને સંપૂર્ણ સુખ સંપદા પ્રાપ્ત કરે છે. (૩)
ઉત્તમ વૃક્ષથી ઉત્પન્ન થયેલા ઉત્તમ સુંદર ફળોને સ્નેહપૂર્વક જે નરનારી ભાવપૂર્વક જિનેશ્વરની આગળ ધરાવે છે. તે નરનારી ફળપૂજાના ફળ સ્વરૂપે સુખની વેલડીયોને સફળ કરે છે અર્થાત્ તેને ઘરે સુખવલ્લી પ્રગટ થાય છે અને તે ફળપૂજા કરનાર પૂજકના દેવીઓ હર્ષપૂર્વક ગુણ ગાય છે. (૪, ૫)
શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાની આગળ ફળપૂજાનું વર્ણન કરતાં ફ૨માવી રહ્યા છે કે, હે રાજન્ ! જેમ ફળપૂજા કરવા દ્વારા શુકયુગલ મોક્ષસુખ પામ્યા અને દુર્ગતા ના૨ી પણ શાશ્વત સુખને પામી તેમ તમે પણ પરમાત્માની ફળપૂજા કરવા દ્વારા અવિચલ સુખને પામો તેથી મનના હર્ષ સાથે હું તેમની કથા કહું છું તે તમે પણ રોમાંચિત થઈને સાંભળો. (૬, ૭) (આવ્યા ગજપુરનગર નથી તિહાં વસે વ્યવહારી લો; અહો - એ દેશી) જંબૂદ્વીપના ભરતમાં દક્ષિણ દેશ વારુ રે લો. અહો દક્ષિણ દેશ વારુ રે લો. રાજેસર સુણ સોભાગી રે લો. સુરપુર સમ કંચનપુરી, દીપે દીદારુ રે લો. અહો. દીપે. જયસુંદર નામે તિહાં, રાજેસર ગુણ રાજે રે લો. અહો. રાજે. તેજ પ્રતાપે દીપતો, દિણયર પરે છાજે રે લો. અહો. દિણ. તે નગરી ઉધાનમાં, સુંદર અતિ સોહે રે લો. અહો. સુંદર. મંદિર શ્રી અરનાથનું, દીઠે મન મોહે રે લો. અહો. દીઠે.
૩૦૩
૧
૨
3