Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS SS
શ્રી અપ્રકારી પૂજાનો રાસ ) અને પુત્રીપણે ઉત્પન્ન થઈ. માત-પિતાએ સુદર્શના એવું સુંદર નામ પાડ્યું. અનુક્રમે . કરી બીજના ચંદ્રની જેમ વધતી તે યૌવનવયને પામી. તે વખતે તેના દેહની કાંતિ અત્યંત શોભી રહી છે. (૧૨)
એક વખત જિનભવનને વિષે કનકમાલા રાણીએ તે સુદર્શનાને જોઈ અને તેને નીરખતા ની પૂર્વનો પ્રેમ-સ્નેહ જાગૃત થયો. (૧૩)
તેથી કનકમાલા સુદર્શના કહેવા લાગી કે, આ જિનમંદિર તે જ છે કે પૂર્વના ભવમાં આપણે બંને સખીયો અહિં આવીને પ્રભુ સન્મુખ દીપક ધરતાં હતાં. (૧૪)
રાણીની વાત સાંભળી સુદર્શના જાતિસ્મરણજ્ઞાન પામી અને રાણીને કંઠાલિંગન દઈને મસ્તક નમાવી આ પ્રમાણે કહેવા લાગી - (૧૫)
હે રાણીજી ! તમે મને પૂર્વની વાત યાદ કરાવી પ્રતિબોધ પમાડી છે. તો એ તમારો આ મહાન ઉપકાર હું કદી ભૂલી શકીશ નહિ. એમ બંને સખીયો પરસ્પર મળી અને અપાર હર્ષ પામી. (૧૬)
અનુક્રમે શુદ્ધ સમ્યકત્વ સહિત જિનાજ્ઞાપૂર્વકનો જૈનધર્મ આરાધી, આયુક્ષય કરી બંને આ સખીયો સર્વાર્થસિદ્ધવિમાને સુરવરની ઉત્તમ પદવી પામી. (૧૭)
અને ત્યાંનું દેવસંબંધી આયપૂર્ણ કરી ફરી માનવભવ પામી. સંયમ જીવનને આરાધી. કર્મ ખપાવી તે બંને સખીયો શાશ્વત સુખની ભોક્તા બની. (૧૮)
એ પ્રમાણે વિજયચંદ્રકેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે ગુણવંત રાજન સાંભળ. દીપકપૂજાના પ્રભાવથી તે બંને સખીયો શિવરમણીની ભોક્તા બની ! (૧૯)
ઓગણપચાસમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે, હે શ્રોતાજનો ! સાંભળો. જિનપૂજા પાતિકને હરે છે અને દુર્ગતિના દુ:ખને ટાળે છે. તો જિનપૂજા કરવા વિષે આદર કરો ! (૨૦)