Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 વિજયચંદ્ર કેવલી કહે, સુણ રાજન ગુણવંતો રે, મુગતે ગઈ તે બે સખી, દીપપૂજાએ સંતો રે જોજો. ૧૯ ઉદયરતન કવિ કહે, ઓગણપચાસમી ઢાળે રે,
પૂજા પાતિકને હરે, દુરગતિના દુઃખ ટાળે રે. જોજો૨૦ ભાવાર્થ અને હવે ભાવિમાં તે દેવી દેવલોકથી ચવી અહિં આવીને ઉપજશે અને | તાહરી સખી થશે. (૧)
વળી મુનિવર કહેવા લાગ્યા કે, હે શ્રાવિકા ! સાંભળ. અનુક્રમે તમે બંને આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થશો અને અનંતી ઋદ્ધિને પ્રાપ્ત કરશો. (૨) - ત્યારબાદ દૈવી આયુષ્ય પૂર્ણ કરી તમે બંને એકવાર માનવજન્મ પ્રાપ્ત કરશો અને કર્મ ક્ષય કરી નિશે મુક્ત જશો. (૩)
એ પ્રમાણે મુનિવરના મુખથી પૂર્વભવની સાચી સંબંધ કથા સાંભળી પટ્ટરાણી કનકમાલા ની જાતિસ્મરણ પામી. (૪)
અને કનકમાલા રાણી સાધુ ભગવંતને કહેવા લાગી કે, હે ભગવંત ! આપે જે વિરતંત ના કહ્યા તે સત્ય છે, મેં પણ જાતિસ્મરણથી જાણ્યું છે. (૫)
હવે રાજા સહિત રાણી મુનિવર પાસે ઉલ્લાસપૂર્વક સમ્યકત્વ મૂલાદિ બાર વ્રત રૂપી | દેશવિરતી ધર્મને ઉચ્ચરે છે. (૬)
ત્યારબાદ રાજા-રાણી બંને મુનિવરને વંદન કરી પોતાના મંદિરે પાછા આવે છે અને મુનિવર પણ વધુ લાભ જાણી પૃથ્વીતલે વિહાર કરી રહ્યા છે. (૭)
ખરેખર જુવો તો ખરા બંને સખીયોએ જિનપૂજા કરવા થકી સૂરનરના સુખ મેળવ્યા છે Fી અને હવે સર્વાર્થસિદ્ધ વિમાને દિવ્યસુખ ભોગવી શિવનગરના મીઠાં સુખ પ્રાપ્ત કરશે. (૮)
વળી તે દેવી રાત્રી સમયે આવી અને કનકમાલા રાણીને હેતપૂર્વક કહેવા લાગી કે, હે. સુભગે ! તેં મારા સંકેતે કરી શુભમતિ ધારણ કરી જૈનધર્મને આદર્યો છે, તે ઘણું સારું કર્યું નિ છે. (૯)
હવે પણ દેવલોકથી ચવીને શેઠ સાગરદત્તની પુત્રીપણે ઉત્પન્ન થઈશ. તો તે સમયે 5તું મને પ્રતિબોધ પમાડજે જેથી આપણી મિત્રતા અને ધર્મ દ્રઢ બને. અને આપણે આગળ કરી વધી શકીએ. (૧૦)
એ પ્રમાણે કહીને તે દેવી દેવલોકે ગઈ અને અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી સાગરદત્તને કે મંદિરે સુલતાની કુક્ષીએ આવી. (૧૧)