Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
E
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ { તેમજ હે હાલિ ! આયુષ્ય વિણ ખુટે તું શા માટે મરવા તૈયાર થયો છે વળી તારો , k, ચહેરો તો જો તું મૂર્ખ લાગે છે. પૃથ્વીપતિના વચન સાંભળી હૈયામાં હિંમત ધારણ કરી ની સભામાં હાક પડતો હાલિક બોલ્યો - (૧૯)
હું એકલો પણ કેસરીસિંહ સમાન છું અને તમે રાજાઓ કહેવાતા હાથીના ટોળાં - બરાબર છો, જેને શૂરાતન ચડ્યું છે એવો હાલિ શૂરવીરતાથી તીખાં વચનો બોલે છે, જાણે વાણીરૂપી બાણોને ફેંકી રહ્યો છે. (૨૦)
તીખાં બાણ જેવાં કટાક્ષ વચનો સાંભળી ચંડસિંહરાજા યમદૂત સમ થયો થકો રાતો જ 5 લાલચોળ થઈને સિંહની જેમ ત્રાટક્યો અને પોતાના સેવકને આજ્ઞા આપતો કહેવા લાગ્યો | કે, આ ગમાર એવા જટિલ હાલિને સ્થાન પર હણો. (૨૧)
તેના શરીરના સાંધે સાંધા છૂટા પાડો અને મૂળમાંથી માથુ કાપી નાંખો. એ પ્રમાણેની | અવનીપતિની આજ્ઞા થતાં જ સૈનિકો ક્રોધથી ધમધમતા ઉક્યા અને રોપાયમાન થઈને જ્યાં | પ્રહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. (૨૨) કરી ત્યાં જ હાલિક પોતાનું હળ લઈને દોડ્યો અને સુભટોની સામે ધસી આવ્યો. આવતાં ની જ હાલિકે જ્યાં સિંહની જેમ ગર્જના થાય તેમ જોરથી એવી ત્રાડ પાડી કે, સૈનિકો પૂંઠવાળીને નાસવા લાગ્યા. (૨૩)
જેમ વરૂની ત્રાડથી બકરી ભાગે તેમ હાલિક નરની ત્રાડથી સૈનિકો મુઠીઓ વાળીને ની ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યા એટલું જ નહિ, પગે ચાલનારા તો કોઈ ત્યાં ઉભા જ ન રહ્યા . અને છત્ર ધારણ કરનારા છત્રપતિ રાજા પણ તે સ્થાનને છોડીને હાલિકની ત્રાડથી ભાગી ગયા. (૨૪)
વળી હાલિકના પરાક્રમને જોઈને રાજાના સુભટો દશે દિશામાં નાસતા પોતાના સ્વામીની પાસે આવ્યા એ પ્રમાણે હાલિક નરનું બળ અને શૂરાતન જોઈને પૃથ્વીપતિ વિચારવા લાગ્યા કે, આ કોઈ સામાન્ય મનુષ્ય લાગતો નથી પણ દેવ સ્વરૂપી દૈવી પુરુષ જણાય છે. (૨૫)
વળી આ પુરુષ, અકલ, અબીહ (બીક વગરનો) છે, આપણે હાથે કરીને સૂતેલા સિંહને આ જગાડ્યો છે એમ ચિંતવતા સઘળા રાજાઓએ તે સ્થાને હાલિક નરને ઘેરી લીધો. (૨૬)
જાણે કે હાથીના ટોળાંએ સિંહને ઘેર્યો. ત્યારે હાલિએ પોતાનો હળદંડ એવો ફેરવ્યો કે ને તેથી તે સઘળાં રાજા ભયભીત થયા અને હાલિ ક્રોધે ધમધમતો કંકાલ (યમદૂત) જેવો મહા મને ની વિકરાલ રાક્ષસ જેવો દેખાવા લાગ્યો. (૨૭)
અ-
૯