Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એકલો પણ બલદેવની જેમ યુદ્ધ કરતો હાલિ રોષાયમાન થઈને પોતાનું હળ આગળ કરી હાથીઓના મસ્તકને છેદવા લાગ્યો. (૨૮)
અને રુષ્ટમાન થયેલા એવા તેણે રથના સમૂહના ચૂરા કર્યા અને હળદડે કરી ઘોડાના સમૂહને તોડી નાંખ્યા, સૈન્યના બળને ભાંગવા લાગ્યો આમ જમદૂત સ્વરૂપી હાલિને જોઈને સેના સઘળી ભાગવા લાગી - પાછી વળવા લાગી. (૨૯)
શૂરવીર એવા જોરાવર મહા બલવાન યોદ્ધાઓ પણ તત્કાલ ત્યાંથી નાસવા લાગ્યા અને મહાયુદ્ધ થતાં હાલિક હળદંડ લઈને કેટલાય રાજાઓને મારવા લાગ્યો અને કેટલાય રાજાઓને પૃથ્વી પર પછાડ્યા. (૩૦)
આ રીતે ભૂંડો ભૂત સ્વરૂપી થયેલ હાલિક અંતક સ્વરૂપી થઈને સર્વને મારી રહ્યો છે. તે જોઈને ચંડસિંહ આદિ નરપતિઓ ભેગા મળી વિચારવા લાગ્યા. (૩૧)
ત્યારે ચંડસિંહ નરિંદે વિચાર કરી કહ્યું કે કોઈ દેવેન્દ્ર આપણા ૫૨ કોપાયમાન થયો લાગે છે તો આપણે તેની પાસે જઈ જો, તેના ચરણોમાં મસ્તક નમાવીયે તો કદાચ એ ક્રોધને શાંત ક૨શે. (૩૨)
હે ભવ્યજીવો ! પ્રભુપૂજાનું ફલ જુવો, ૫રમાત્માની પૂજાથી ઈદ્રો, ચક્રવર્તીઓ અને નરપતિઓ પણ પ્રભુપૂજા કરનાર પૂજકના ચરણોમાં નમસ્કાર કરે છે. અહિં પણ ચંડસિંહ રાજા આદિ પૃથ્વીપતિઓ પોતાના હિત માટે હાલિક ન૨ને નમસ્કાર કરશે એમ ત્રેપનમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજય મહારાજ સ્નેહપૂર્વક ફરમાવી રહ્યા છે તો હે શ્રોતાજનો ! તમે પણ પરમાત્મપૂજાથી વંછિત રહેશો નહિ. (૩૩)
૨૯૦