Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
મિ
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ IT 3 પૃથ્વીપતિ આમ કહે છે તો હવે તમે બધાં કંઈક તમારૂં શૂરાતન બતાવો તો કદાચ ફરી વાત ઠેકાણે આવે અને કન્યા તમને મલે. (૧૦)
નહિ તો હાલિક નર જો વિષ્ણુશ્રીને પરણશે તો તમારા બધાની લાજ જશે. નીચું જોવાનો ની અવસર આવશે અને દૂત કહે છે તમારું બળ, તમારું જોર, તમારું તેજ ઉતરી જશે. (૧૧)
એ પ્રમાણેના દૂતના વચન સાંભળી સર્વે રાજાઓ ક્રોધાતુર થયા થકા ક્રોધથી ભૃકુટી 6 ચઢાવા લાગ્યા. જાણે કે સર્વે ક્રોધથી ધમધમતા યમદૂત આવ્યા. ચંડસિંહરાજા ક્રોધથી ધમધમતા કહેવા લાગ્યા કે – (૧૨)
જેમ વનરાજ કેસરીસિંહની આગળ શિયાળ આવી ચઢે અને સિંહના દેખતાં જ સિંહને કે | ઠગી શિયાળ લાંબી ફાળ મૂકીને દોડી જાય, સિંહ જોતો જ રહી જાય તો તેમાં સિંહની જ | ખામી ગણાય પણ શિયાળની નહિ, તેમ એ ઉખાણાના ન્યાયે સઘળાં રાજાઓ ખામીવાળા જાહેર થશે. માટે દૂત કહેવા લાગ્યો : ઓ સ્વામી ! ઉઠો અને પરાક્રમ દાખવો. (૧૩)
અને હાલિકને તે સ્થાને જ મારીને વિષ્ણુથી આપણે હાથે લઈએ અને એ પ્રમાણે કરી કરતાં જો કોઈ હાલિકનું ઉપરાણું લે તો તેનું મસ્તક છેદી નાંખવું. (૧૪)
એ પ્રમાણે વિચાર કરી સઘળાં રાજા ભેગાં એક મનવાળા થયા અને ચંડસિંહ રાજાની રે | આગેવાની હેઠળ હાલિકને ત્યાં બોલાવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે, હે
હાલિક ! તું આ વરમાળાને છોડી દે નહિ, તો તારી ગળાની નાળ છેદાશે. તે વગર વાંકે Aિ ફોગટ ગળાની નાળ છેદાવા શા માટે તૈયાર થયો છે ? (૧૫) - ચંડસિંહ રાજા આદિ નરપતિઓની તેવી વાણી સાંભળી દેવની સહાયથી તે હાલિક ૬ નર ક્રોધથી નેત્રોને રાતાચોળ કરી અને હાથમાં રહેલ હળદંડને ઉછાળી મોઢેથી કડવાં વચન બોલતો કહેવા લાગ્યો કે - (૧૬) - હે રાજનું! જેણે વરમાળા માંગી છે તે રાજા હોવા છતાં પણ ચંડાલ જેવો થયો છે તેથી ચંડાલ સરીખા જે કોઈ વરમાળા માંગે છે તેનું હું મસ્તક અને મોટું છેદીશ અને જેણે પોતાની જીહ્વાને વરમાલા પાછી માંગી પરસ્ત્રી વરવા સ્વરૂપ વાણી ઉચ્ચારી અપવિત્ર કરી છે તેની જીભનાં સો ટુકડાં હું કરું છું. (૧૭) - હાલિક નરના તીખાં કડવાં વચનો સાંભળી પૃથ્વીપતિ ગુસ્સે થઈને બોલ્યા કે, હે હાલિ ! તું શા માટે મસ્તકને કંપાવી રહ્યો છે? લાગે છે કે તારાં પર પરમેશ્વર રોપાયમાન થયા છે. (૧૮)