Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ એકાવનમી
|| દોહા ।।
કોઈક નર દુ:ખી દાણો, દારિદ્રી મહાદીન; ખેમપુરે વાસો વસે, ખેતી કરે ધનહીન. ૧ તેહને પૂંજી હળ તણી, હળ ખેડે બલવંત; તે દેખી સહુ લોક તિહાં, હળી તસ નામ વંત. ૨ શૂન્ય થળે તે સર્વદા, સાહસ ગુણ ઉપેત; જિનઘર આગે એકલો, ખેડે છે તે ખેત. ૩ જિહાં જોતા જડતો નહિ, તિલ એક પડવા ઠાય; ખેતર ખેડે હળી તિહાં, વળી ઉગી વનરાય. ૪ કુકુમ પગલે કામિની, ચાલતી જેણે ઠાય; વાઘણ વિચરે તે થલે, લોહી ખરડ્યા પાય. ૫ રાજસભામાં જિહાં થતા, માદલના ધોંકાર; કાળ વિશેષે તે થળે, શિવા કરે ફુતકાર. ૬ છેલ પુરુષ જિહાં બેસતાં, ઢળતી મેલી પાઘ; ઘૂક તિહાં ઘૂ ઘૂ કરે, બેસણ લાગ્યા વાઘ. ૭ ગેલેશું ગજગામિની, રમતી જેણે ગોખ; જનાવર તિહાં ક્રીડા કરે, જંગલવાસી જોખ. ૮ ભાવાર્થ : નવી વસેલી ખેમપુરીનગરીમાં હવે સૂરસેનરાજા રાજ્ય કરી રહ્યો છે. તે નગરીમાં એક પુરુષ ઘણો દુ:ખી, દારિદ્રી, મહાદીન, ધનહીન ખેતીને કરતો ત્યાં વસે છે. (૧)
તેને સંપત્તિમાં (પૂંજી) એક હળ છે. બીજું કશું જ તેની પાસે નથી. તેથી બલવંત એવો તે હળ ખેડે છે. તે દેખીને લોકોએ તેનું હળી નામ પાડ્યું છે. (૨)
હંમેશા શૂન્ય સ્થળે તે સાહસ ગુણથી યુક્ત થયો થકો જિનઘર આગળ એકલો ખેતર ખેડે છે. (૩)
પહેલાં તે નગરીમાં એવું હતું કે જ્યાં નજર કરો ત્યાં તિલ પડવા જેટલી પણ જગ્યા ન હતી ત્યારે હમણાં હળી ત્યાં ખેતર ખેડે છે અને વનરાજી ઉગી નીકળે છે. (૪)
૨૬૯