Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ RSSSSSSી
તે નિસુણી નૃપે તામ, નગર ઉથાળી હો, વાચો અન્ય થલે મુદા, ખેમ થયું તતકાળ, નગરીનું નામ હો, ખેમપુરી ધર્યું તદા. ૧૧ મૂલ પૂરીને મધ્ય, પ્રાસાદ ઋષભનો હો, દીપે દેવ વિમાનશ્યો, દેઉલ રક્ષા કાજ, અધિષ્ઠાયક પુરનો હો, દેવ તે આવી તિહાં વસ્યો. ૧૨ સિંહતણું કરી રૂપ, દુષ્ટને વારે હો, ઉધત અતુલ બળી, શૂન્ય થળે નિત્યમેવ, પ્રભુની સેવામાં હો, અહોનિશ રહે મનરળી. ૧૩ સુણ રાજન હરિચંદ, અનુક્રમે વચમાં હો, કેતો કાળ વહી ગયો, સિંહધ્વજ નૃપ વંશ, સૂરસેન નામે હો, વસુધાપતિ ખેમપુરે થયો. ૧૪ પુરી પચાસમી એહ, સારંગ મલ્હારે હો, સુંદર ઢાળ સોહામણી, ઉદયરતન કહે એમ, ભવિજન ભાવે હો, પૂજજો મૂરતિ જિનતણી. ૧૫
ભાવાર્થ : દક્ષિણ ભારતમાં દેવપુરી સમ દીપતી ધન્યપુરી નામે નગરી છે. તે નગરીમાં ઈદ્ર સમાન સિંહધ્વજ રાજા રાજય કરી રહ્યો છે. (૧)
તે નગરીની બહાર રાજમાર્ગ પર ઉત્તમ ગુણના ભંડારી, ઉગ્રતપસ્વી એક મુનિવર છે | ધ્યાનમુદ્રામાં રહે છે. (૨)
નિર્લોભી તે નિગ્રંથ કાઉસ્સગ્ન કરવા દ્વારા પોતાનાં કર્મનો ક્ષય કરી રહ્યા છે. મેરૂની ની જેમ કાયોત્સર્ગમાં લીન, કોઈનાથી ચળાવ્યા ચળે નહિ તેવા નીરાગી છે પણ ધર્મ પ્રત્યે | રાગી છે. (૩)
હવે રાજભવનના લોકો, રાજમાર્ગના મોખરે રહેલાં મુનિવરને દેખીને, તે મુનિવરની ક મર્યાદા લોપીને નિર્દયી એવા તે લોકો નિઃશંકપણે લકુટ અને ઢેખારાથી ક્રોધ કરીને મુનિવરને | ની મારે છે. (૪) છે તેમજ વળી કેટલાંય પામર લોકો ઉલ્લાસથી મુનિવરને મારે છે. મિથ્યાત્વી લોકો પણ . તે મહાદુષ્ટ થયા થકાં મનના આનંદ સાથે દયા ત્યજીને ધક્કા અને પાટુથી પ્રહાર કરે છે. (૫)
છતાં જેમ જેમ તે લોકો મુનિવરને મારે છે, તેમ તેમ મુનિવર એક શબ્દ પણ બોલ્યા વિ વગર સમતારસમાં ઝીલી પોતાના પૂર્વકૃત કર્મનો નાશ કરે છે. મનના પરિણામ પણ આ આ નિશ્ચલ રાખે છે અને ચિત્તથી ચિંતવે છે. રખે મારાથી ધર્મને લંછન લાગે ! અર્થાત્ મારાથી 6 | ધર્મ કલંકિત થાય તેવું હું ન કરું એમ ચિંતવન કરતા ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. (૬)