________________
S
10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ )
ઢાળ બાવનમી
| | દોહા હાલિકની શુભ ભક્તિનો, ગુણ અનુમોદે નાર; ઉપાવે અનુમોદના, ઉત્તમ ફળ નિરધાર. ૧ રથકારક બલદેવને, ઉલટે દેતાં આહાર; મૃગ જિમ ગુણ અનુમોદતાં, પાખ્યો સુર અવતાર. ૨ તીર્થકર સતી સાધુના, ગુણ અનુમોદે જેહ; ભવપંજરને તે દલી, અવિચલ પદ લહે તેહ. ૩ ખેમપુરીયે ઈણ સમે, વિષ્ણુશ્રી ઈણિ નામ; નૃપ સુરસેનની તે સુતા, રૂપવતી અભિરામ. ૪ મુખે જીત્યો જેણે ચંદ્રમા, કટિ લંકે મૃગરાજ;
રૂપે રંભા હારીને, ગઈ સુરલોકે લાજ. ૫ ભાવાર્થ એ પ્રમાણે હાલિકની સુંદર ભક્તિના ગુણની તેની સ્ત્રી અનુમોદના કરે છે મરી અને તે અનુમોદનાના પ્રભાવે ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાનું નિશ્ચિત કરે છે. (૧)
જેમ રથકારક બલદેવ મુનિને આનંદપૂર્વક આહાર વહોરાવી રહ્યો છે તે જોઈને હરણ | તેનાં ગુણની અનુમોદનાના પ્રતાપે દેવ ગતિને પ્રાપ્ત કરે છે. તેમ હાલિકની સ્ત્રી પણ પોતાના પતિના ગુણની અનુમોદના દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરશે. (૨)
રથકારક અને બલદેવ મુનિનું દ્રષ્ટાંત એક વખતની વાત છે. બલદેવ મુનિને માસક્ષમણનું પારણું છે. બલદેવ મુનિ વિચરતા દિને ની એક વખત તંગીયાનગરી પધારી રહ્યા છે. સરોવરની પાળે બેસી વિચારી રહ્યા છે. સવારે
તુંગીયાનગરીમાં જઈશ ત્યાં માસક્ષમણનું પારણું કરીશ. મુનિવરનું મન તુંગીયાનગરીને વિષે મોહી રહ્યું છે.
બલદેવ મુનિવર રૂપે, સ્વરૂપે ફટડાં છે. પ્રાતઃ સમય તંગીયાનગરીમાં પધારી રહ્યા છે કે ની અને તે સમયે કૂવાના કાંઠે સ્ત્રીઓ પાણી ભરવા આવી રહી છે. પરંતુ ત્યાં નવો જ ચમત્કાર ન | સર્જાયો. મુનિવરનું રૂપ જોઈને પાણીડાં ભરતી સ્ત્રીઓ થંભી ગઈ. દરેકની નજર મુનિવરને 5 K નિહાળવામાં સ્થિર થઈ. સ્ત્રીઓ મુનિનું રૂપ જોઈને અચંબો પામતી પાગલ બનવા લાગી. .
કેટલીક સ્ત્રીઓ માર્ગ પર થંભી ગઈ, તો કેટલીક સ્ત્રીના બેડાં પડવા લાગ્યા. કેટલીક અબળા