________________
E
XT A શ્રી અમ્રકારી પૂજાનો રાસ
3 ત્યાં રથકારક બલદેવ અને તેની પત્નિ એક તરુવરની છાયામાં બેઠાં છે અને કોઈક ને કરી દિશાથી ભયંકર પવન વાવા લાગ્યો અને તરૂવરની ડાળ તૂટી. ત્રણે જીવ તે તરૂવર નીચે છે
આવી ગયા અને દીધેલ દાનની અનુમોદના કરતા અને મુનિવરનું સંયમજીવન અનુમોદતા . | સ્વર્ગે ગયા.
હે ભવ્યજીવો ! કદાચ તમે તમારા હાથે સુકૃત ન કરી શકો તો પણ સુકૃતની અનુમોદના ન તો જરૂર કરજો અને અનુમોદનાના પ્રતાપે ઉત્તમ ફલને પ્રાપ્ત કરજો. બીજાના ગુણની | અનુમોદના કરતા જરાય પાછી પાની કરશો નહિ.
જે જીવ તીર્થકરના સતીઓના અગર મુનિવરોના ગુણની અનુમોદના કરે છે તે જીવ સંસારરૂપી પિંજરને તોડી શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. (૩) - હવે ક્ષેમપુરીનગરીને વિષે સુરસેન રાજાને રૂપે રંભા સમાન મનોહર વિષ્ણુશ્રી નામની પુત્રી છે. (૪) - તે વિષ્ણુશ્રીના રૂપનું વર્ણન કવિ ઉદયરત્નજી મહારાજ પોતાની ભાષામાં કરી રહ્યાં ;
વિષ્ણુશ્રીનું વદનકમલ એવું સુંદર છે કે તેની આગળ ચંદ્રમા પણ ઝાંખો પડે છે. વળી સિંહનાં જેવી જેની કમર શોભી રહી છે. રૂપ સૌંદર્ય એટલું અદ્ભુત છે કે વિષ્ણુશ્રીના રૂપની આગળ રંભાનું પણ રૂપ ઝાંખુ પડે છે અર્થાત્ રૂપે રંભા પણ હારી ગઈ છે, તેથી | દેવલોકમાં પણ તેના રૂપની મર્યાદા ચાલી ગઈ છે.
(રાગ : સોળમા શ્રી જિનરાજ ઓળગ સુણો અમતણી લલના) સુણ નરપતિ હરિચંદ્ર, કહે ઈમ કેવલી. મહારાજ સા બાળા સુકુમાળ, સોહે મદ ભાંભલી. મહારાજ ચોવનનું લહી જોર, અધિક ઓપે વળી. મહારાજ. વાદળ દલમાં જેમ, ઝબૂકે વીજળી. મહારાજ. ૧ દેખીને રૂપ અનૂપ, વિચારે મહિપતિ મહારાજ. જગતીમાં એહની જોડ, રાજેસર કો નથી. મહારાજ. કુમરી વરવા યોગ્ય, જોતાં વાર નહિ મળે. મહારાજ. દેશે દેશે દૂત, રાજન તવ મોકલે મહારાજ. ૨ સ્વયંવર મંડપ તામ, રચાવે ભૂધણી. મહારાજ. ઓપે જેહની અનૂપ, મનોહર માંડણી. મહારાજ.