________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એ પ્રમાણે મુનિવર પાસે એક ચિત્તથી નિયમ લીધો અને તે મુનિવરે ત્યાંથી વિહાર કર્યો. અને હળી હવે નિત્ય પોતાના ભોજનમાંથી જિનવ૨ સન્મુખ નૈવેદ્ય ધરાવે છે. (૫)
હવે એક દિવસ હળી પોતાના ખેતરનું કામ કરતાં ખૂબ જ થાકી ગયો છે અને તે થાકના કારણે અત્યંત ભૂખ્યો થયો છે. ખાવાની ખૂબ જ આતુરતા વધી છે અને તે ભૂખના કા૨ણે ભોજન સમયે હળી જિનેશ્વરદેવને નૈવેદ્ય ધરાવવાનો જે નિયમ હતો તે ભૂલી ગયો અને મુખમાં જ્યાં કવલ મૂકે છે ત્યાં હળીને એકદમ નિયમ યાદ આવ્યો અને તરત જ હાથમાંથી કવલ છોડી દીધો અને મનના આનંદ સાથે જિનાલયે નૈવેદ્ય ધરાવવા માટે ચાલ્યો. (૬)
કોઈ એક દિવસ તે હળીની પ૨ીક્ષા કરવા માટે ત્યાંના અધિષ્ઠાયક દેવે સિંહનું રૂપ ધારણ કર્યું અને જિનાલયની બહાર આવીને ઉભો રહ્યો. દેવસ્વરૂપી તે સિંહ અત્યંત દુર્ધર છે તેનું વદન ભીષણ છે. વિકરાલ કાલ સ્વરૂપી બિહામણો દેખાતો તે સિંહ જેટલામાં હળી દર્શન કરવા દોડતો આવ્યો તેટલામાં જિનાલયના બારણે રહેલ તે સિંહે હળીની પરીક્ષા કરવા હળીને સૂંઢ વડે ઉછાળ્યો. (૭)
તે પ્રમાણે હળી જોઈને જિનેશ્વરની ભક્તિના ઉમેદથી ચિત્તને વિષે ચિંતવવા લાગ્યો કે, જિનેશ્વર સન્મુખ નૈવેદ્ય ધરાવ્યા વિના હું ભોજન કરીશ નહિ. એ પ્રમાણે હળી ભૂખને રોકી રહ્યો છે અને ભક્તિથી ભરપૂર હૃદયે સત્ત્વમાં શૂરો તે હળી સિંહ સામે પગલા ભરી રહ્યો છે, તે દેખીને સિંહ સ્વરૂપી દેવ ચિંતવવા લાગ્યો કે, આ હળીને ધન્ય છે. ધન્ય છે. તેના સત્ત્વને અને સાહસને ધન્ય છે. (૮)
ત્યારબાદ હળી સાહસ કરીને સિંહથી ડર્યા વિના શ્રી જિનેશ્વરદેવની પાસે આવે છે અને સિંહરૂપી દેવ હળીની ધી૨જ જોઈને ઉલ્લાસપૂર્વક પાછલે પગે પાછો ફ૨વા માંડે છે અને હળી ભક્તિભર્યા હૃદયે પરમાત્મા સન્મુખ આવીને જિનેશ્વરદેવને ભક્તિથી નમે છે. ત્યારે હળીના સત્ત્વના પ્રભાવે સિંહરૂપી દેવ અદૃશ્ય થાય છે અને હળી સાહસપૂર્વક પરમાત્માને નૈવેદ્ય ધરાવી પાછો ફરે છે. (૯)
હવે જ્યારે ભૂખ્યો એવો તે હળી જમવા બેસે છે ત્યારે તેની વિશેષ પરીક્ષા કરવા માટે તે દેવ સાધુવેષે આવીને ધર્મલાભ આપે છે. હળી પણ સાધુ ભગવંતનો વેષ જોઈ મુનિવર છે એમ સમજી પોતાના આહારમાંથી હર્ષિત ચિત્તે મુનિવરને આહાર વ્હોરાવે છે. મુનિવર પણ આહાર લઈ પાછા ફરે છે અને આ તરફ હળી જેટલામાં જમવા બેસે છે તેટલામાં તે દેવ સ્થવિર મુનિનું રૂપ લઈને ફરી પાછો આવે છે. (૧૦)
૨૭૪