Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
IT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ડો વળી જે સ્થાને પહેલાં કુંકુમ પગલે કામિની ચાલતી હતી તે સ્થાને હવે લોહીથી જેના પગ ખરડાયેલા છે તેવી વાઘણો ફરી રહી છે. (૫)
જે રાજસભામાં હંમેશ માદલના ધકાર થતા હતા તે સ્થાને કાળ વિશેષ કરીને હવે તે ને શિયાળ ફૂત્કાર કરી રહ્યા છે. કૂતરાંઓ ભસી રહ્યા છે. (૬)
જે ચૌટાને વિષે છેલ છબીલા પુરુષો બેસતા પોતાની પાઘડી ઢળતી રાખીને જાણે મોટા મહારાજાઓ બેઠાં હોય તેવા લાગતાં તે સ્થાને ઘુવડ ઘૂઘૂ કરવા લાગ્યા અને વાઘ આવીને બેસવા લાગ્યા. (૭)
ગજગતિ ચાલતી પટ્ટરાણીઓ જે ગોખે બેસીને રમતી હતી તે ગોખે હવે જંગલવાસી જનાવરો ક્રીડા કરી રહ્યા છે. (૮)
(તીરથપતિ અરિહા નમું - એ દેશી). હળી નામે તે નર વહે, તે જિનમંદિર પાસેજી;
જૂના પાદરમાં જાલમી, ખેડે ખેત ઉલ્લાસે જી. ગુટકઃ ઉલ્લાસ આણી સમય જાણી, ભાત લઈ તસ ભામિની,
ભગતિ ભાવે સદા આવે, કર સેવા સ્વામીની, નીરસ ભોજન કરે અનદિન, કાળ જિમ તિમ જોગવે,
પુણ્ય પાખે દુઃખ પામે, હળી નામે તે નર હવે. ૧ ઢાળ: તિણે અવસર આવે તિહાં, શ્રી જિનવંદન કાજોજી,
અંબર પથથી ઉતરી, ચારણ મુનિ ગુણધામોજી. ગુટકઃ ગુણધામ તામ જિસંદ આગે, ચૈત્યવંદન ઉચ્ચરે,
વિવિધ જુગતે પરમ ભકતે, કર જોડી સ્તવના કરે, તે સુણી વળી હળી નર તે યતિ બેઠાં છે જિહાં,
મન ભાવ આણી લાભ જાણી તે અવસરે આવે તિહાં. ૨ ઢાળઃ પ્રેમે શું પાય વંદીને, બોલે એ હળી વાણીજી,
કહો સ્વામી કુણ કર્મથી, પાખ્યો છું દુઃખ ખાણીજી. બુટકઃ દુઃખખાણી પૂરવ કર્મ કે છે, અનુભવું છું આપદા,
ઈમ સુણી મુનિ કહે સાધુને તેં, દાન દીધું નહિ કદા, જિના આગે નૈવેધ ન ધર્યું, ગતભવે આનંદીને, તે સાંભળી વળી હળી જંપે, પ્રેમશું પાય વંદીને. ૩