________________
S
S SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. ૬. વળી ઈદ્ર-ચંદ્ર, નાગેંદ્ર-નરેંદ્ર અવધૂત યોગી અલવેસર. ધ્યાની - જ્ઞાની – મહા અભિમાની ની સર્વે પ્રેમરૂપી પંકમાં (કાદવ) નૃત્યાં રહે છે. (૫)
ખરેખર કામી નર-નારી કશું જ જોતાં નથી. રાત કે દિવસ એને મન તો બધું જ સરખું. ઘરમાં કે ઘર બહાર જ્યાં જાય ત્યાં તે પરસ્ત્રી લંપટી બનતાં પણ વાર કરતો નથી. તે કામે અંધ બની જાય છે. સૂડી કહેવા લાગી કે, હે સ્વામી ! સાંભળો. કામી પુરુષને મરણ પણ
આંખ સામે દેખાતું નથી. જેમ બિલાડાને દૂધનું તપેલું દેખાય છે પણ પાછળ રહેલી ડાંગ ની દેખાતી નથી. તેમ કામી પુરુષને કામભોગ દેખાય છે, જેથી પરસ્ત્રી સાથે પણ ભય વિના લુબ્ધ બને છે. જ્યારે માલિક પાછળથી આવે છે ત્યારે તેને મૃત્યુને શરણ થવું પડે છે. સુરપતિ જેવાને પણ ખમવું પડે છે. તો બીજા તો શું લાજ રાખે. વળી જુવો “શ્રીદેવી ને માટે રાજાએ પણ મરણની પરવા કરી નહીં. (૬)
મરણની બીક રાખ્યા વિના રાજા યમપુરી જવાની હોંશ રાખે છે. આગમનો અર્થ વિચાર કરીને જુવો કે આગમ કહે છે “કામ” પુરુષ અંધ કહેવાય છે. (૭)
વળી હે રાજન્ ! તમારા જેવા પણ જો પત્નિની ખાતર મરવા તત્પર થાય તો વિચાર કિ. કરો કે અહિં “શુક નો શો દોષ છે ? (૮)
એ પ્રમાણેની સૂડીની વાત સાંભળીને વિસ્મિત થયેલો રાજા શ્રીકાંત' વિચારે છે કે આ આ પક્ષિણી મારો વિરતંત (ગુરૂવાત) કેવી રીતે જાણે છે ? (૯)
ત્યારે અવનીપતિ આદર સહિત કૌતુકથી કહેવા લાગ્યો કે, હે પક્ષિણી ! આદિથી અંત સુધીની વાત તમે મને કહો ! ત્યારે સૂડી કહેવા લાગી કે (૧૦)
હે રાજન્ ! હે ગુણવંતા ! હું તમારો તે વિરાંત આદિથી અંત સુધી કહું છું, તે હવે તમે સાંભળો ! અહિં આપણાં પુરની નજીક એક મઠવાસી તાપસી રહે છે, તે રૂદ્રાદિકની પૂર્વે ઉપાસના કરનારી છે. (૧૧) - રૂદ્રાદિક દેવની મનરંગે એકાંતમાં ઉપાસના કરે છે. વળી અનંતા મંત્ર - તંત્ર - | જંત્રાદિકને આરાધે છે. (૧૨)
તે તાપસીના હાથમાં ત્રિદંડ અને કમંડલ શોભી રહ્યું છે. વાઘાંબર જેનું આસન છે, એવા પરિવ્રાજક માર્ગે તેમનું મન લયલીન છે. (૧૩)
જેના મસ્તકે સિંદુરનો ચાંદલો શોભી રહ્યો છે. ભસ્મ જેના શરીરે લગાડેલી છે. પગમાં ના પાવડી છે. પીળા (ભગવા) કષાંબર વસ્ત્રધારણ કરેલા હોવાથી તે તાપસી અનોપમ શોભી
રહી છે. (૧૪)