________________
SS શ્રી અપ્રકારી પૂજાનો રાસ
ઢાળ પાંત્રીસમી
| દોહા | માતા પ્રત્યે સમ દઈને, પૂછે લાગી પાય; કહોને કુણ માહરો પિતા, વળી કહો કુણ માય. ૧ સા સશકિત ચિંતવે, ઈમ કિમ પૂછે વાત; ઈમ ચિંતી કહે પુત્રને, હું માત એ તાત. ૨ અંબે ! સાચું એ સહી, તો પણ જન્મ દાતાર; પૂછું છું હું તુમ પ્રતિ, ભાંખો તે સુવિચાર. ૩ તે પરમારથ પુત્ર તું, પૂછ પિતા પ્રતિ જાય; કરજોડી કહે તાતને, સાચું કહો સમજાય. ૪ પડલીથી માંડી કહ્યો, જનકે વ્યતિકર તાસ; આદિ ન જાણું હું સહી, સાંભળ સુત સુવિલાસ. ૫ હું લાવ્યો એ કામિની, સાંભળો તાત સુજાણ; વાનારિયે કહો મુજ પ્રત્યે, એ જનની તુજ જાણ. ૬ અણગારે પણ ઈમ કહ્યો, હેમપુરે ગુણવંત; કેવલીને પૂછો જઈ, તે કહેશે વિરતંત. ૭ તે માટે જઈએ તિહાં, જિનચંદન ગુણગેહ;
જુના તંતુની પરે, ગુટે જેમ સંદેહ. ૮ ભાવાર્થ હવે મદનકુમાર પોતાની વિદ્યાધર માતાને પગે લાગી, સમ ખાઈને પૂછવા કો લાગ્યો કે, હે માતા ! મારા પિતા કોણ છે? અને મારી માતા કોણ છે? તે કહો. (૧) {
તે પણ શંકિત થઈને ચિંતવવા લાગી કે આ આમ કેમ પૂછે છે ? છતાં વિચાર કરીને દ ના પુત્રને કહેવા લાગી કે, હું તારી માતા અને “સૂરવિદ્યાધર' એ તારા પિતા છે. (૨) કે તે સાંભળીને કુમાર બોલ્યો કે હે અંબે ! એ વાત તમારી સાચી પણ હું તમને જે પૂછું છું કે મા તે વિચાર કરીને કહો કે, મારા જન્મદાતા માતા-પિતા કોણ છે? એ પ્રમાણે હું પૂછું છું. (૩) દસ
તે પરમારથ સઘળો હે પુત્ર ! તું તારા પિતાને જઈને પૂછ? ત્યારે કુમાર પણ પિતાને કે ના કરજોડીને કહેવા લાગ્યો કે, હે તાત ! મારા જન્મ-દાતા માતા-પિતા કોણ છે તે તમે મને , 3 સમજાવો. (૪)