Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
Sો છે. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
મેઘપુરમાં નિર્માણ કરેલ જિનમંદિરમાં પભાસણને વિષે સ્નેહપૂર્વક નાભિરાયાના નંદન : ઋષભદેવ પ્રભુને બિરાજમાન કરે છે અને મૂર્તિ સાથે મનડું જોડી લળી લળી પાયે લાગે છે હું અને બોલે છે હે નાથ ! નમસ્કાર હો. આપને જોઈને હે પ્રભુ હું આપના પ્રત્યે મોહિત થઈ છે છું હે આદિનાથ પ્રભુ ! આપ જય પામો ! જય પામો ! (૧)
જાણે કે તેજપુંજે આવીને વાસ ન કર્યો હોય તેવા તેજપુંજથી શોભતા સ્તંભોની શ્રેણીયોથી મંડિત જિનાલય છે અને તે થાંભલે થાંભલે પૂતળીઓ છે તે પૂતળીઓ જાણે નાટારંભ કરી દિને રહી છે. (૨)
દેવનું વિમાન જાણે આવીને ઉતર્યું હોય તેવું દેવવિમાન જેવું મનોહર જિનાલયનું રૂપ છે અને તે જિનાલયના રંગમંડપમાં અનોપમ કોતરણી કરેલી છે. (૩)
શાતકુંભનાં કુંભ ઉપર રત્નમય પ્રદીપ છે. તે એવો શોભે છે કે ચંદ્ર જાણે પોતે શિખરની ને નજીક ન આવ્યો હોય તેવો શોભી રહ્યો છે. (૪)
| રત્નજડિત દિવ્ય ધ્વજદંડ છે અને તે જિનાલયનાં શિખર પર તે ધ્વજા સુંદર રીતે ન 6. લહરી રહી છે (ફરકી રહી છે). (૫)
આવા મનોરમ્ય જિનાલય પર દેવાંગનાઓ સુગંધી સુરભી પુષ્પોની નીરવેગે વૃષ્ટિ કરે છે અને કહે છે પ્રદક્ષિણા દઈને પ્રેમપૂર્વક ઋષભજિણંદને વારંવાર વંદન કરો. (૬)
ત્યારબાદ તે દેવાંગનાઓ ડમરો, મરૂઆ, મોગરા, માલતી, મચકુંદ, જાઈ અને જુઈનાં ફૂલોથી પ્રભુજીને પૂજે છે. (૭)
તે પછી આદિનાથ ભગવાનની સન્મુખ વિવિધ પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા છે અને દિ દેવાંગનાઓ આનંદથી નૃત્ય કરી રહી છે. (૮)
- ૫૫ ધની ૫૫ ધની, ધપ મ૫, ધો. સારેગમ વિગેરે તથા ધિ ધિ કટ, ધોં ધો કાર, થેઈ, દિને થઈ, તા થેઈ થિન, ગિન, દાં, ધ આદિ વાજિંત્રોના તાલ સાથે નૃત્ય કરે છે. મૃદંગ GR ની દેવદુંદુભી દો દો વાગી રહ્યા છે અને શંખના ઑ ઓ શબ્દ ગાજી રહ્યા છે. આમ અનેક પ્રકારનાં તાલ સાથે તે બે દેવાંગનાઓ આનંદપૂર્વક નાચી રહી છે. (૯, ૧૦, ૧૧)
વળી તે દેવાંગનાઓએ પગમાં ઝાંઝર પહેર્યા હોવાથી તેનાં રમઝમ, રમઝમ રણકાર , થઈ રહ્યો છે. તેમજ પગમાં નૂપુર બાંધ્યા હોવાથી તેનો રણકાર અને ઘુઘરાનો પણ ઘમકાર થઈ રહ્યો છે. (૧૨)
તેમજ તેની સાથે જાણે વાદે ચઢયા ન હોય તેમ વિંછુઆનો પણ મધુર અવાજ થઈ કી રહ્યો છે આમ ઠમકે પગલાં ઠવે છે. આમ ઉલટભેર અમરાંગના લયબદ્ધ સંગીત ગાઈ રહી
છે. (૧૩) SS SSS ૨૫૦S S SS SS