Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આમ તે દેવાંગનાઓ દૈવીશક્તિથી બત્રીસ પ્રકારનાં તાલથી બદ્ધ તાનથી - માનથી ઝમકાર કરતી પ્રભુ આગળ સંગીતની શુદ્ધિપૂર્વક નૃત્ય કરી રહી છે. (૧૪)
વળી તે દેવાંગનાઓ હળવે, હળવે પગલાં માંડી રહી છે. તેનાં કાને ઝાલ ઝલકી રહી છે. કંબજ્યુ ફૂદડી ફરી રહી છે અને ચમકતી ચાલે ચાલી રહી છે. (૧૫)
મુખડાંનો મટકો કરતી લટકે ઝીણાં અવાજે સંગીત લલકારતી ભાવસભર અને ભક્તિથી પાતિકરૂપી પંકને ટાળી રહી છે. (૧૬)
આમ તે બંને દેવાંગનાઓ નાચી કૂદી પ્રભુને ચરણે નમસ્કાર કરતી કરજોડીને બોલી રહી છે, હે સ્વામી ! હે ઋષભદેવ પ્રભુ ! આપ જય પામો, જય પામો, જય પામો અને અમારા ભવભ્રમણનાં દુઃખથી અમને મુક્ત કરો. (બનાવો) (૧૭)
એ પ્રમાણે દેવાંગનાએ દૈવી શક્તિથી નિર્માણ કરેલ જિનમંદિર અને પોતે વિવિધ વાજિંત્રોના નાદ સાથે કરેલ સંગીતબદ્ધ નૃત્ય અને ભક્તિના વર્ણનપૂર્વકની આ છેંતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે, હે ભવ્યજનો ! આગળની કથા મનનાં ઉમંગ સાથે સાંભળજો. (૧૮)
૨૫૧