Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અડતાલીસમી
॥ દોહા ॥
મધ્યનિશા સમે અન્યદા, જિનમતિ દેવી જેહ; સ્વર્ગ થકી આવી કહે, કનકમાલાને તેહ. ૧ કનક રતનને માલીયે, સુણ સુભગે સુકુમાલ; જન્માંતર જિનદીપથી, પામી ભોગ રસાલ. ૨ ઈમ દેવી કહે દિનપ્રતે, આવીને મધ્યરાત; કનકમાલા મનચિંતવે, કુણ કહે છે એ વાત. ૩ સુંદરી તે સંશય ભરી, ચિત્તમાં ચિંતે એમ; મુનિજ્ઞાની કોઈ જો મિલે, પૂછું તો ધરી પ્રેમ. ૪ તિણ અવસર તિહાં સમોસર્યા, પુર ઉદ્યાન સનૂર બહુ મુનિવર પરિવાર શું, ગિરુઆ ગણધર સુર. ૫
ભાવાર્થ : મકરધ્વજરાજા અને કનકમાલા રાણી સુખપૂર્વક દિવસો વિતાવી રહ્યા છે. એવામાં કોઈ એક વખત મધ્યરાત્રિએ જે જિનમતિ દેવી થયેલી છે તે સ્વર્ગથી આવીને કનકમાલાને આ પ્રમાણે કહેવા લાગી કે - (૧)
હે સુભગે ! હે કનકમાલા ! તું સાંભળ. કનક રત્નના મહેલોમાં આનંદ લીલા તું કરી રહી છે. જે સુંદર ભોગોને તું પામી છે તે પ્રતાપ જન્માંતરમાં જિનેશ્વરદેવની સન્મુખ દીપકપૂજા કરી છે તેનો છે. (૨)
એ પ્રમાણે હંમેશા મધ્યરાત્રે દેવી આવીને કહે છે પણ કનકમાલા મનમાં વિચારે છે કોણ રાત્રીના સમયે આવે છે ! અને મને આવીને કોણ આવી વાત કરે છે ? (૩)
કનકમાલા સંશયભર ચિત્તે ચિંતવન કરે છે કે, જો કોઈ જ્ઞાનીમુનિ મને મલે તો વિનયપૂર્વક મારો સંશય તેમને પૂછું અને સમાધાન કરું. (૪)
તે અવસરે મેધપુરનગરના ઉદ્યાનની નજીક બહુ મુનિ પરિવારશું પરિવરેલ ગિરૂઆ ગુણે કરી જે પૂર્ણ છે તે સૂર ગણધર ત્યાં સમોસર્યા. (૫)
અ- ૬
૨૫૭